- રાહુલના નેતૃત્વમાં ચાલી રહેલી યાત્રા પણ ભાજપ અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહી છે. કોંગ્રેસ સતત બેરોજગારી, મોંઘવારી, ગરીબીને લઈને ભાજપને ઘેરી રહી છે, જ્યારે આ મુલાકાત દ્વારા પાર્ટીનો ઉદ્દેશ્ય આ મુદ્દાઓ તરફ જનતાનું ધ્યાન ખેંચવાનો છે. સાથે જ ભાજપ પણ આ યાત્રા પર નજર રાખી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ ગત દિવસે કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી પર નિશાન સાધતા એક ટ્વિટ કર્યું હતું. ભાજપે તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી રાહુલ ગાંધીની એક તસવીર શેર કરી છે જેમાં તેઓ ટી-શર્ટ પહેરેલા જોવા મળી રહ્યા છે. આ સાથે બીજી એક તસવીર શેર કરી જેમાં તે ટી-શર્ટની કિંમત અને બ્રાન્ડ લખેલી છે. બીજેપી અનુસાર, રાહુલ ગાંધીએ 41 હજાર રૂપિયાની કિંમતની ટી-શર્ટ પહેરી છે. બીજેપીના આ ટ્વિટ બાદ કોંગ્રેસે વળતો જવાબ આપતા કહ્યું, "અરે... શું તમે નર્વસ છો? ભારત જોડો યાત્રામાં એકઠી થયેલી ભીડને જોઈને. મુદ્દા પર વાત કરો, બેરોજગારી અને મોંઘવારી પર બોલો.
હાલ બંને પક્ષોના ટ્વીટર હેન્ડલ પર વાક યુદ્ધ શરુ થયું છે જેની સાથે બંને પક્ષોના સપોર્ટરોએ આ મુદ્દે અલગ અલગ મીમ બન્નાવી એક બીજા નો મજાક ઉડાવવાનું શરુ કર્યું છે.