પેટલાદ પંથકમાં આજે બપોરના સમયે વાદળો ચડી આવ્યા હતા અને વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેને લઇને શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ધોધમાર વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.