અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી વી જાધવ સાહેબ તથા ઇન્ચાર્જ પી આઇ નેત્રમ * કમાન્ડ કંટ્રોલ સેન્ટર શ્રી જે . એમ કડછાનાઓના માર્ગદર્શન મુજબ કમાન્ડ કંટ્રોલ સેન્ટર ( નેત્રમ ) અમરેલી ખાતે સીસીટીવી કેમરાઓની મદદથી ૨૪ × ૭ કલાક સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહેલ છે . તા . ૧૦/૦૯/૨૦૨૨ ના રોજ અમરેલી શહેરમાં શૈક્ષણિક સંસ્થા સંકુલ પાસે , ‘ આનંદનગર * શેરી નં - ૯ પાસે નિલેશભાઇ નથુરામભાઇ ગોંડલીયા ના પુત્ર સોહમ નિલેશભાઇ ગોંડલીયા . ( ઉં - ૧૧ વર્ષ ) ૧૧:૪૫ વાગ્યે કોઇને કહ્યા વગર ધરેથી નીકળી ગયેલ ત્યાર બાદ ઘરના સભ્યોને જાણ થતા તુરંત અમરેલી કમાન્ડ કંટ્રોલ સેન્ટરનો સંપર્ક કરેલ જે બાબતે ઇન્ચાર્જ પી આઇ . “ નેત્રમ " કમાન્ડ કંટ્રોલ સેન્ટર શ્રી જે એમ કડછા , તથા હેડ કોન્સ પી.ડી.ગામીત , હેડ કોન્સ.એ.યુ.શેખ , પો.કો. એસ.જે.બસીયા , લોકરક્ષક વી.ડી.ચુડાસમા તથા ટેકનીકલ સહાયક કૌશિકભાઇ ત્રિવેદીએ આ કેસને ગંભીરતાથી લઇને સીસીટીવી ફુટેજ ચેક કરતા સંકુલ , સરદાર ચોક તથા ચક્કર ગઢ બાયપાસ નાં કેમેરા ચેક કરતાં , સરદાર ચોક એક બાળક જોવા મળેલ જે બાળકને અરજદાર નિલેશભાઇ બતાવતા નિલેશભાઇ ઓળખી ગયેલ કે આ બાળક મારું જ છે . જેને આગળ ટ્રેસ કરતાં ભિડભંજન ખાતેથી મળી આવેલ . આમ અત્રેના જીલ્લા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ ( નેત્રમ ) લાવી પિતા નિલેશભાઇ નથુરામભાઇ ગોંડલીયાના પુત્ર સોહમ સાથે મિલન કરાવી આપેલ છે .

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી.