લિંબડી: આજે ગુજરાત રાજ્ય માં કોંગ્રેસ દ્વારા સવારે 8 થી 12 સુધી મોંઘવારી અને બેરોજગારી ના વિરોધમાં બંધ નું એલાન આપવામાં આવ્યું હતુ.

કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને બેરોજગારી મુદ્દે વિરોધ દર્શાવીને લીંબડી બંધનું એલાન અપાયું હતુ.

જેમાં આજે લીંબડી માં વિરોધપક્ષ કોંગ્રેસ દ્વારા બંધ નું એલાન માટે અપીલ કરવામાં આવી હતી. જેના પગલે લીંબડી ના વેપારીજનોએ પોતાના રોજગાર ધંધા સ્વયંભૂ બંધ પાળેલ. અને લીંબડી માં 80 ટકા જેટલી દુકાનો માં બંધના દ્રશ્યો જોવા મળ્યા હતા.તેમજ સ્વયંભૂ બંધ પાળવા બદલ વેપારીઓનો કોંગ્રેસ સમિતી દ્વારા આભાર પણ માન્યો હતો.

લિંબડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ લખધીરસિંહ રાણા, લીંબડી શહેર પ્રમુખ અનિલભાઈ સિંગલ, કોંગ્રેસ આગેવાનમાં રઘુભાઈ ભરવાડ, રણજીતભાઈ પરાલિયા, અજયભાઈ પરમાર, સુરેશભાઈ પરાલિયા, સહિત કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.