અમદાવાદથી કચ્છ જતી બસને હળવદ નજીક અકસ્માત નડ્યો

અમદાવાદથી કચ્છ જતી બસને હળવદના રણજિતગઢના પાટિયા પાસે અકસ્માત નડ્યો હતો . એસટી બસ ટ્રક પાછળ ધડાકા ભેર અથડાઈ હતી . જો કે આ અકસ્માતમાં સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી . બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ આજે અમદાવાદથી કચ્છ જતી બસ ને હળવદના રણજિતગઢના પાટિયા પાસે અકસ્માત નડ્યો હતો અને ધડાકા ભેર બસ ટ્રેક પાછળ અથડાઈ હતી . જો કે સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હોવાનું જાણવા મળે છે.

રિપોર્ટ:સાહરૂખ સિપાઈ હળવદ ૯૧૫૭૭૭૨૮૮૮