જેતપુરમાં કોંગ્રેસના બંધના એલાનનો ભણકારો ના વાગ્યો, તમામ બજારો ખુલ્લા રહ્યાં
જેતપુર શહેર કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું.
જેતપુરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા શનિવારે સવારે 8:00 થી બપોરના 12:00 કલાક સુધી ધંધા-રોજગાર બંધ રાખી જનતાના પ્રશ્નોને વાચા આપવાના કાર્યક્રમમાં જોડાવવા અપિલ કરાઇ હતી.પરંતુ આવતીકાલે રવિવાર આવતો હોવાના કારણે વેપારીઓએ પોતાના રાબેતા મુજબ ધંધા-રોજગાર શરૂ કર્યાં હતા. આથી બંધના એલાનને સફળતા મળી ન હતી
મોંઘવારી બેરોજગારી જેવા અન્ય મુદ્દાઓને લઇને બજાર બંધ રાખવા નગરજનો અને વેપારી ભાઇઓને જણાવ્યું હતું. દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે.અણઘડત જી.એસ.ટી. ના મારથી નાના-મોટા વ્યાપારો ભાંગી પડયા છે. ડ્રગ્સની લતના કારણે ગુજરાતનું યુવાધન બરબાદ થઇ રહ્યા છે.કોંગ્રેસે મોંઘવારી, બેરોજગારી, અણઘડત જી.એસ.ટી. જાહેર પરીક્ષાઓમાં પેપર ફૂટવા વિરૂદ્ધ લડત લડીએ અને સરકારની આંખો ખોલીને જનતાના પ્રાણ પ્રશ્નોને લઇ જેતપુર બંધનું એલાન કર્યું હતું.પરંતુ કોઇ દુકાનદારોએ સમર્થન આપ્યું ન હતું.
કોંગ્રેસ દ્વારા આજે બંધનાં એલાનને જેતપુરમાં સદંતર નિષ્ફળ રહ્યા બાદ કોંગ્રેસનાં શહેરના સંગઠનના નવનિયુક્ત તરીકે નિમણુંક થયેલ ડિ. કે. વેકરીયાએ રાજીનામું આપી દીધું હતું. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને ઉદ્દેશીને લખેલ રાજીનામાં પત્રમાં પોતે અંગત કારણોસર જેતપુર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખપદેથી રાજીનામું દીધું હતું