લીંબડી તાલુકા ના રળોલ મુકામે ગામજનો ને મતદાર જાગૃતિ તેમજ ઇવીએમ નિર્દેશન વિશે જાણકારી આપવામાં આવી હતી
આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ની અધ્યક્ષતામાં લીંબડી ૬૧વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ રળોલ ગામે હાલ મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ૨૦૨૨ અને આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત "અવસર લોકશાહી પર્વનો"
આ અંગે મતદાર જાગૃતિ અને ઇવીએમ મશીન નિર્દશન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં મતદાર નોંધણી જેવા પ્રશ્નો થી ગામજનો ને ચૂંટણી કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું જરૂરી છે અને તેના માટે ફોર્મ નં.૬ખ ભરવા બાબતે સમજણ આપવામાં આવી હતી આની સમજણ ડીએલઓ ઓફિસર તેમજ સુપરવાઇઝર ની ટિમ દ્વારા પુરી જાણકારી આપવામાં આવી હતી
આ મતદાર જાગૃતિ તેમજ ઇવીએમ નિર્દેશન કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા કલેક્ટર કે.સી.સંપત,પ્રાંત અધિકારી યોગીરાજસિંહ જાડેજા, લીંબડી મામલતદાર કે.ડી.સોલંકી,મતદાર નોંધણી અધિકારી રળોલ ના સરપંચ,નાયબ મામલતદાર હાજર રહી મતદાર યાદી કાર્યક્રમ માટે આગામી તા.૧૧/૦૯/૨૨ને રવિવાર ખાસ ઝુંબેશ દિવસ અંગે માહિતગાર કરવામાં આવેલ હતાં.