રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આગામી તા.૧૧ સપ્ટેમ્બરે તેમના જન્મદિન નિમિતે ભાવનગરમાં ત્રણ અલગ અલગ સ્થળોએ નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે. મંત્રીશ્રી વાઘાણી પોતાના જન્મદિનની ઉજવણી સાદગીપૂર્વક લોકસેવાના કાર્યો થકી કરશે. અટલ બિહારી બાજપાઈ પ્રાથમિક શાળા, શાળા નંબર- ૩૮, એસ.ટી બસ સ્ટેશની બાજુમાં, હોમગાર્ડ ઓફિસની બાજુમાં,પાનવાડી ખાતે તથા શ્રી સરકારી શાળા, હેમભાની ઓફિસ પાસે, ઇંદિરાનગર ભાવનગર તેમજ શ્રી જૈન ધર્મશાળા મોટી પા, વરતેજ ખાતે મળી ત્રણ સ્થળોએ નિશુલ્ક મેડિકલ કેમ્પ યોજાશે. જેમાં વર્તમાન સમયે વાઇરલ શરદી, ઉધરસ તપાસી દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવશે. શહેરની સર તખ્તસિંહજી હોસ્પિટલ તેમાં સેવા આપશે અને શ્રી વિવેકાનંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજના તબીબો મારફત હઠીલા રોગો વા, સંઘિવા, આમવાત, અપચો, અમ્લપિત, કબજિયાત, ચામડીના રોગો તથા એલર્જીના રોગો, બાળ રોગોની વિશેષ હોમિયોપેથિક સારવાર તેમજ નિઃશુલ્ક દવાઓ આપવામાં આવશે. એટલું જ નહિ, મંત્રી શ્રી વાઘાણીના પરિવાર તરફથી બેતાળા નંબરના ચશ્મા ધરાવતા અંદાજે પંદરસો લોકોને નિશુલ્ક ચશ્મા આપવામાં આવશે. મંત્રીના જન્મદિને ભાવનગર શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓના દિવ્યાંગ બાળકો, વૃધ્ધજનો, રક્તપિત કોલોની સહિતની સંસ્થાના લોકો માટે ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ કરતાં બાળકો જેમણે માતા કે પિતા અથવા બંને ગુમાવ્યા હોય અને દિવ્યાંગ સોળસો જેટલા બાળકોને કપડાં વિતરણ કરવામાં આવશે. શહેરની સામાજિક અને દિવ્યાંગ બાળકો માટે કામ કરતી વૃધ્ધાશ્રમ, તપીબાઈ વિકાસ ગૃહ, મુક બધિર સંસ્થા, અનાથ આશ્રમ, લેપ્રેસી હોસ્પિટલ- વસાહન સહિતની સંસ્થાઓના ૧૫૦૦ લોકો અબાલ વૃધ્ધો માટે ભોજન સંભારંભ યોજાશે. મંત્રીના મત વિસ્તાર વોર્ડમાં વિવિધ સેવાકીય કામો, ફ્રૂટ વિતરણ, સફાઈ અભિયાન, વૃક્ષા રોપણ તેમજ સંધ્યા આરતીના કાર્યક્રમો થશે. જીતુભાઈ વાઘાણી તેમના જન્મદિન નિમિતે સવારે ૮ થી ૯ કલાકે અટલબિહારી બાજપાઈ પ્રાથમિક શાળા, એસ.ટી.સ્ટેન્ડ બાજુમાં, હોમગાર્ડ ઓફિસની બાજુમાં પાનવાડી ખાતે મેડિકલ કેમ્પના સ્થાને ઉપસ્થિત રહેશે અને સૌ શુભેચ્છકોના અભિવાદન ઝીલશે. ત્યાર બાદ ગાંધીનગર ખાતે જવા રવાના થશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજ્યના ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ મેઘમહેર જોવા મળશે. આજે રાજ્યના ઉત્તર ગુજરાત અને...
जयपुर में बिजनेसमैन ने ट्रेन के आगे कूदकर किया सुसाइड:नोट में लिखा- पार्टनर्स से आहत होकर मर रहा हूं; जिस पंडित से मदद मांगी उसने भी ठगा
जयपुर में एक बिजनेसमैन ने ट्रेन के आगे छलांग लगाकर सुसाइड कर लिया। मरने से पहले ऑफिस में रखी लाल...
দৰং জিলা প্ৰশাসনৰ সহযোগত আজি শুক্তাগুৰি ঈদগাহ ময়দানত সজাগতা সভা
কামৰূপ-দৰং সীমান্তৰ ছিপাঝাৰ ৰাজহ চক্ৰৰ অন্তৰ্গত ১ নং আৰু ২ নং শুক্তাগুৰি গাঁও উন্নয়ন সমিতিৰ...
Updated News: सही नहीं थी पाकिस्तान में कब्र पर ताला लगाने वाली खबर
पाकिस्तान में कब्र पर ताला लगाने की खबर गलत निकली है। समाचार एजेंसी एएनआई ने खबर...