ફટાણા ગામેથી જાહેરમાં જુગાર રમતા ૫ ઇસમોને પકડી વધુ એક જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી બગવદર પોલીસ.પોરબંદર જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવા આવી ગે.કા. પ્રવૃતિ કરનાર ઇસમો ઉપર કડક કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ . જે અન્વયે બગવદર પોલીસ સ્ટેશન તથા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો દારુ - જુગારના કેસો શોધી કાઢવા પ્રયત્નશીલ હતા . દરમ્યાન  નાઇટ દરમ્યાન પોલીસ કોન્સ . જયમલભાઇ મોઢવાડીયાને મળેલ બાતમી આધારે ફટાણા ગામ માવજી ચોકમાં રેઇડ કરતા જાહેરમાંથી કુલ -૫ ઇસમને ગંજીપત્તાના પાનાં તથા રોકડ રકમ  ૧૬૧૦૦ / - ના મુદામાલ સાથે જુગાર રમતા પકડી જુગારધારાનો ગણનાપાત્ર કેસ બગવદર પોલીસ સ્ટાફ દ્વારા શોધી કાઢવામાં આવેલ છે . જુગાર રમતાં પકડાયેલા આરોપીઓમા ( ૧ ) રામાજી રાણાજી ઓડેદરા  ( ર ) અરજન લખમણભાઇ ઓડેદરા  ( ૩ ) લીલા લખમણભાઇ ઓડેદરા ( ૪ ) માલદે દુલાભાઇ મોઢવાડીયા  અને ( પ ) રણજીત લીલાભાઇ ખુંટીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

  આ કામગીરીમાં PSI એચ.સી.ગોહિલ તથા UHC બી.ડી.ગરચર તથા પોલીસ કોન્સ . જયમલભાઇ મોઢવાડીયા તથા પોલીસ કોન્સ . અરવિંદભાઇ ખરા તથા લોકરક્ષક મસરીભાઇ ચેતરીયા વિગેરે સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે .