નગરપાલિકા તંત્રના આંખ આડા કાન

જેતપુર નવાગઢ નગરપાલિકા રખડતા ઢોરોના આતંકને નાથવામાં સંપૂર્ણપણે નિફ્ળ નીવડી છે. શહેરના અનેક વિસ્તારો અને જાહેર માર્ગો પર ગાયો અને આખલા અડિંગો જમાવીને બેસી રહે છે તેમજ અકસ્માતને નોંતરું આપે છે તેમ છતાં પણ નગરપાલિકા દ્વારા પશુઓને પાંજરે પુરવા કોઈપણ જાતની કામગીરી કરતી ન હોવાનું સામે આવ્યું છે. હાઇકોર્ટના કડક વલણને કારણે અન્ય શહેરોની નગરપાલિકાઓએ રખડતા ઢોર પાંજરે પૂરવાની કામગીરી શરુ કરી દીધી છે પરતું જેતપુર નગરપાલિકા હાથ પર હાથ ધરી બેસી રહી છે.

રેઢીયાર ઢોર-ઢાખરને પકડવા અને જેના હોય તેને દંડ કરવા ડબ્બે પુરાવા આ તમામ જવાબદારી નગરપાલિકાની હોય છે અને છતાં જવાબદારી નિભાવવા અને રખડતા રજળતા ઢોર પકડવામાં નગરપાલિકા નિષ્ફળ કેમ છે દંડ કરવો જો ઢોરને દંડ કર્યા બાદ પણ જો આજ રીતે જો છુટ્ટા મુકવામાં જો આવે તો ઢોરનો માલિક સજાને પાત્ર પણ છે અને એની ઉપર ફરિયાદ પણ કરી શકાય છે છતાં આ કામગીરી નગરપાલિકા કરતી જ નથી. તેવા લોકો આક્ષેપ કરી રહ્યા છે. નવાગઢ નગરપાલિકા તંત્ર ઢોર પકડવા માટે પાંગળું પુરવાર થય રહ્યું હોઈ તેવા લોકો આક્ષેપ કરી રહ્યા છે.