જેતપુર સમસ્ત બ્રહ્મસમાજ તથા દલિત સમાજના આગેવાનોએ સાથે મળી ગણપતિજીની પૂજા - આરતી કરી સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. જેતપુર સમસ્ત બ્રહ્મસમાજના આમંત્રણને સ્વીકારી દલિત સમાજના આગેવાનો કણકીયા પ્લોટ માં ગણપતિ પંડાલમાં ગણપતિજીની પૂજા આરતીમાં ભાગ લેવા પહોંચ્યા હતા. અને સૌએ સાથે મળી ભારતમાતાને અને સનાતન હિન્દુ ધર્મને અખંડિત રાખવાના સંકલ્પ સાથે ગણપતિજીની પૂજા આરતીનો લાભ લીધો હતો.ત્યારબાદ સમાજમાં રહેલ જાતિવાદ,ઉચ નીચના ભેદભાવ અને અસ્પૃશ્યતા નિવારણ માટે સંકલ્પબદ્ધ થઈ સમાજને એક થવા હાકલ કરવામાં આવી હતી. આ સમયે સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ હિતેષભાઈ રાવલ, મંત્રી સુભાષભાઈ તેરૈયા, દલિત સમાજના આગેવાનો જીતુભાઈ પારઘી, કાંતિભાઈ વેગડા, લાખાભાઈ સોંદરવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કૌશિકભાઈ પંડ્યા, બીપીનભાઈ મિશ્રા, હસમુખભાઈ જોશી, બ્રિજેશભાઈ મહેતા, અંકુરભાઈ વ્યાસ, આલોકભાઈ ચટૃ, ગૌતમભાઈ સોંદરવા, મનોજભાઈ ચાવડા, મોહનભાઈ પરમાર અને અશોકભાઈ પરમાર સહિત આગેવાનોએ હાજર રહી સાથે મળી ગણપતિજીની આરાધના કરી હતી.

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |