જેતપુર માં ગણપતિ બાપાના ઉત્સવને ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે, શહેરમાં ઠેક ઠેકાણે ગણપતિ મહારાજને બિરાજ માન કરવામાં આવ્યા છે, અને ભક્તો પૂજા અર્ચના કરી રહ્યા છે, ત્યારે ગુજરાતના પૂર્વ કેબિનેટ મિનિસ્ટર અને જેતપુરના ધારાસભ્ય જયેશભાઇ રાદડિયાએ શહેરમાં અલગ અલગ જ્ગ્યા એ બિરાજમાન ગણપતિ મહારાજના દર્શન કર્યા હતા સાથે સાથે તેવો એ ગણપતિ મહારાજની આરતી પૂજા કરીને ગણપતિ બાપાના આશીર્વાદ લીધા હતા, ધારાસભ્ય જયેશભાઇ સાથે જેતપુરના ઉદ્યોગપતિ અને જેતપુર ડાઈગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન ના પ્રમુખ જેન્તીભાઈ રામોલિયા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ સખરેલીયા, કારોબારી ચેરમેન જેશુખભાઈ ગુજરાતી, સહિતના આગેવાનો એ હાજરી આપી હતી અને ગણપતિ બાપાના દર્શન કરી આશીર્વાદ લીધા હતા.