ગુજરાત કોંગ્રેસે મોંઘવારી અને બેરોજગારી મુદ્દે ગુજરાત બંધનું એલાન કરી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.ખંભાતમાં યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.ખંભાતમાં બંધને એલાન પગલે સરદાર ટાવર પાસે યુથ કોંગ્રેસ અને કોંગ્રેસના કાર્યકરોએ વધતી જતી મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે વિરોધ પ્રદર્શન કરી ચક્કાજામ કર્યો હતો.જેને કારણે ખંભાત પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.ખંભાત શહેર અને તાલુકાની યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ કાર્યકરોએ 'મોંઘવારી હાય હાય' નારા લગાવ્યા હતા.યુથ કોંગ્રેસના સાવજસિંહ ગોહિલ, ખુશમનભાઈ પટેલ, નીતિનભાઈ બ્રહ્મભટ્ટ, સચિન રાણા, સલમાન ઝલાલી, ઇફતેખાર યમની, સહિતના કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો.
રિપોર્ટ : સલમાન પઠાણ-ખંભાત.