દેશમાં વધતી અસલ મોંઘવારી અને બેરોજ્ગારીના

કોંગ્રેસ આક્રમક બની છે. જેને લઇને આજે શનિવારે

કોંગ્રેસે ગુજરાત બંધનું એલાન આપ્યું છે. સવારે 8થી 12

કલાક સુધી સાંકેતિક રીતે ગુજરાત બંધની પ્રદેશ કોંગ્રેસ

પ્રમુખ જગદીશ ઠાકોરે જાહેરાત કરી હતી, ત્યારે સુરત

જિલ્લાના ઓલપાડ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના

મહામંત્રી દર્શન નાયકે લોકોને બંધ પાડવા અપીલ કરી

હતી. જેમાં દર્શન નાયકને દુકાનદારો અને વેપારીઓએ

સહકાર આપી બંધ પાડ્યું હતું. આ દરમ્યાન ઓલપાડ

પોલીસ દ્વારા દર્શન નાયક સહિત કોંગી હોદ્દેદારો અને

કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.