મોંઘવારીના મુદ્દે ગુજરાત કોંગ્રેસ ના અધ્યક્ષ જગદીશ ઠાકોરે 10 સપ્ટેમ્બર ના રોજ સવારે 8:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી ગુજરાત બંધનું એલાન કર્યું હતું તેમાં પાવી જેતપુર કોંગ્રેસ પણ મોંઘવારીના વિરોધમાં રસ્તા પર ઉતરી હતી. એક તરફ મોંઘવારી ચરમસીમા પર પહોંચી છે દરેક વસ્તુના ભાવ આસમાને છે ત્યારે આજે કોંગ્રેસે આમ જનતાને પણ સ્વેચ્છિક રીતે આ મોંઘવારીના વિરોધ પ્રદર્શનમાં જોડાવા માટે આહવાન કર્યું છે, ત્યારે આજ રોજ પાવીજેતપુરમાં પણ વેપારીઓ એ બંધ રાખી સમર્થન કર્યું હતું,પાવી જેતપુર કોંગ્રેસના આગેવાન રાજુભાઈ રાઠવા તેમના કાર્યકર્તાઓ સાથે ગામમાં નીકળી ને એકલદોકલ જે દુકાનો ખુલ્લી હતી તેમને બંધ કરવાનું આહવાન કર્યું હતું ત્યારે એ વેપારીઓ પણ બંધ કરીને સમર્થન કર્યું હતું,કોંગ્રેસ કાર્યકર્તાઓએ પાવીજેતપુર હાઇસ્કુલ અને કોલેજને બંધ કરવાનું કહેતા શાળા અને કોલેજ પણ બંધ કરવામાં આવી હતી.
આમ કોંગ્રેસે આપેલા ગુજરાત બંધને પાવીજેતપુર નાં વેપારીઓએ દુકાનો બંધ રાખી મોંઘવારીના મુદ્દે કોંગ્રેસ ને સમર્થન કરતા કોંગ્રેસને સારો પ્રતિસાદ મળ્યો હતો.