સિહોર શહેર વિસ્તારના નાગરિકોને આરોગ્યસુરક્ષા કવચથી સજ્જ કરવા આપ કે દ્રાર આયુષ્યમાન મહા ઝૂંબેશનું આયોજન કરવામાં આવ્યું છે સરકાર અને આરોગ્ય વિભાગના જનહિતલક્ષી અભિગમના પરિણામે શહેરીજનોને આરોગ્યલક્ષી સેવાઓ સરળતાથી મળી રહે તે માટે આ ઝુંબેશનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે કાલથી તારીખ ૧૦,થી ૧૭ સુધીમાં રોજ સિહોરના વિવિધ સ્થળોએ પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના સંકલિત આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટેના મેગાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ નાગરિકોને વિનામૂલ્યે આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે. આ તમામ દિવસોએ સવારે 10 થી સાંજના 6 સુધીમાં આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં લાભાર્થીઓએ આવકનો દાખલો, આધાર કાર્ડ , રેશનકાર્ડ સાથે રાખવાના રહેશે સિહોરના શહેરીજનોને આપ કે દ્રાર આયુષ્યામાન મહાઝૂંબેશ અંતર્ગત આયુષ્યમાન કાર્ડ કઢાવીને પાંચ લાખના આરોગ્યસુરક્ષા કવચથી સજ્જ થવા માટે તંત્ર દ્રારા જાહેર અપીલ કરી છે. 

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं