ખંભાત તાલુકાના સાયમા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા સૂરક્ષા અધિકારીની કચેરીના સહયોગથી દિવ્યાંગ બાળકો માટે યુઆઇડી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અસ્થિ વિષયક મનોવિજ્ઞાન બહેરા મૂંગા, અંધત્વ માટેના તજજ્ઞ ડોક્ટરો હાજર રહ્યા હતા.આ ઉપરાંત જિલ્લા સુરક્ષા અધિકારી જિમ્મી પરમાર, જનહિત ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ મુકેશભાઈ રાઠોડ તેમજ આજુબાજુના ગામડામાંથી મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.સમાજ સુરક્ષા કચેરી દ્વારા લાભાર્થીઓના યોજનાકીય ફોર્મ ભરવામાં આવ્યા હતા.