અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામમાં PHC ની જગ્યાએ CHC મંજૂરી આપવામાં આવી

  વિજપડી ગામની ખાસ વાત કરીએ તો ૩૦/૩૫ ગામ લાગું પડે તેવું સેન્ટ્રલ ગામ છે. અને મોટું ગામ પણ છે જ્યારે અમરેલી જિલ્લાના સાંસદ નારણભાઇ કાછડીયા ની છાપ ૧૦૮ તરીકે ઓળખાય છે તેમની માગણી ધણા સમયથી હતી કે વિજપડી ગામમાં CHC સેન્ટર ઉભુ થાય અને આજુબાજુના વિસ્તારોમાંથી મહુવા કે પછી સાવરકુંડલા જતા લોકોને સારવાર અર્થે ધક્કા ન ખાવા પડે. 

        તારીખ ૦૫/૦૯/૨૦૨૨ ના રોજ આરોગ્ય વિભાગ ગાંધીનગર તરફથી નં.અ.નિ.(આ.)/આર એસ ડી /૫/ સાઆકે-૨૦/વહીવટી મંજુરી/ડી/૨૨૬૫૮/૨૦૨૨ તા:૦૫/૦૯/૨૦૨૨ 

વિષય:- રાજ્ય ના સામાન્ય વિસ્તારના ૨૦ નવીન સામૂહિક આરોગ્ય કેન્દ્રો ના સ્થળ નિયત થઈ આવવા બાબત 

સંદર્ભ:- આપની કચેરીનો ઠરાવ ક્રમાંક: બિયુડી/ ૧૦૨૦૨૨/નં.બા- ૧૨ /બ તા. ૨૫/૦૭/૨૦૨૨

    ઉપરોક્ત વિષય અન્વયે સવિનય જણાવવાનું કે સંદર્ભ ના ઠરાવ થી રાજ્યના સામાન્ય વિસ્તારોનાં ૨૦ નવીન સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે વર્ગ -૧ થી વર્ગ ૪ ની ૫૨૦ જગ્યા ઉભી કરવા વહીવટી મંજુરી આપવામાં આવેલ છે. સદર નવીન મંજુર થયેલ ૨૦ સામુહિક આરોગ્ય કેન્દ્રો ના નામ નિયત થઈ આવવા ના બાકી છે સદર ૨૦ સામુહિક આરોગ્ય કેન્દ્રો ના સ્થળ નિયત કરવા દરખાસ્ત રજૂ કરવા જણાવેલ છે.

  રાજ્ય માં નવા સામુહિક આરોગ્ય કેન્દ્રો સ્થાપવા અંગે મળેલ રજુઆતો તથા સદર સ્થળે ખાતે હયાત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ની ઓપીડી, આઈપીડી ની વિગતો ને ધ્યાને લઈ જરૂરિયાતવાળા નીચે મુજબ ના સ્થળો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ના સ્થાને સામુહિક આરોગ્ય કેન્દ્રો સ્થાપવા અંગે ઉચ્ચકક્ષાએ થી નામો સુચીત થઈ આવેલ છે. નકલ સામેલ છે. સદર સુચીત થયેલ સ્થળો ની નામોની યાદી નીચે મુજબ છે. તો સદર સ્થળોએ સામુહિક આરોગ્ય કેન્દ્રો સ્થાપવા અંગે જરૂરી આદેશો થઈ આપવા વિનંતી 

ક. નં. ૧૭ પર વિજપડી સાવરકુંડલા અમરેલી સામાન્ય

રિપોર્ટ દિલીપ વાઘેલા સાવરકુંડલા