શ્રી અશોકકુમાર સાહેબ , પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ , ભાવનગરનાંઓ દ્વારા રેન્જનાં જી જિલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓ ફરાર કેદીઓ પકડી પાડવા સુચના આપેલ હોય , જે અન્વયે શ્રી હિમકરસિંહ સાહેબ પોલીસ અધિક્ષક અમરેલીના દ્વારા રાજ્ય / જિલ્લાનાં નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલ ફર્લો તથા વચગાળાનાં જામીન રજા પરથી ફરાર કેદીઓને પકડવા જરૂરી સુચના આપેલ હોય , જે અન્વયે શ્રી એસ.એમ.સોની , ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર , એસ.ઓ.જી. તથા એસ.ઓ.જી. ટીમને “ અમરેલી જિલ્લાના બગસરા પોલીસ સ્ટેશન ગુન્હા નંબર ૧૧૧૯૩૦૦૯૨૨૧૦૫૬૧૪૨૦૨૧ , આઇ.પી.સી કલમ -૩૯૪ , ૩૯૭ , ૪૫૯ , ૧૨૦ - બી , ૩૪ તથા જી.પી.એક્ટ કલમ -૧૩૫ મુજબના " ગુન્હાના કામેના આરોપીઓ પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા નાસતા - ફરતા હતા . મજકુર ઈસમોને લાઠી તાલુકાનાં જરખીયા ગામનાં કાળુભાઇ માધાભાઇ કાકડીયાની વાડીએ બે ઈસમો આવેલાની હ્યુમન ઈન્ટેલીજન્સ તથા ટેક્નિકલ સોર્સનાં આધારે ઝડપી પાડવામાં સફળતાં મળેલ છે . પકડાયેલ આરોપીઓ ( ૧ ) રાધેશ્યામ મેહરસિંહ મુવેર ઉ.વ .૨૭ , ધંધો - ખેતીકામ ,(ભાગિયું) , રહે.હાલ - રોપા , તા.કરજણ , જી.વડોદા રહે.મુળ ગામ ભોરકુવા , ચાપરીયા ફળીયુ , તા.જોબટ જી.અલીરાજપુર ( મધ્યપ્રદેશ )( ર ) રાકેશ થાનસિંગ મહેડા , ઉ.વ .૨૫ , ધંધો - ભાગીયાથી , ખેતીકામ રહે.હાલ - ડેરોલી , તા.કરજણ , જી.વડોદરા , રહે.મુળ - મોટી ઝવારી ગામ , તડવી ફળીયુ , તા.જોબટ જીઅલીરાજપુર ( મધ્ય પ્રદેશ ) ગુનાની વિગત છે . મજકુર પકડાયેલ ઈસમો ના .૧૪ / ૦૮ / ૨૦૨૧ નાં રોજ આ કામના ફરિયાદીશ્રી ભરતભાઇ બાબુભાઇ ઠુમ્મર રહે.બાલાપુર , તા.બગસરા , જિ.અમરેલીનાઓ રાત્રીનાં પોતાની વાડીએ કપાસમાં પાણી વાળવા માટે ગયેલ હતા અને આ કામે પકડાયે ઈસમો રાત્રીના સમયે ધોકા , પાઇપો ધારણ કરી લૂંટ કરવાના ઈરાદે ફરિયાદીશ્રીનાં ખેતરમાં આવી ફરિયાદીને આડેધડ ધોકા , પાઇપો વડે જીવલેણ હુમલો કરેલ હતો અને ફરિયાદી ર્શ્રી પાસેથી મોબાઇલ ફોન તથા એક ટુ વ્હીલર ગાડી , તથા રોકડા રૂપિયાની લૂંટ કરેલ હોવાની પુછપરછ દરમિયાન કબુલાત આપેલ હતી . મજકુર ઈસમોને હસ્તગત કરી આગળની ઘટતી કાર્યવાહી અર્થે લાઠી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે . આમ અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ , નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ શ્રી એસ.એમ. સોની , ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર , એસ.ઓ.જી. તથા એસ ઓ.જી. ટીમને બગસરા પોલીસ સ્ટેશનનાં છેલ્લા એક વર્ષથી લૂંટ - ધાડનાં ગુનાના નાસતા - ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે . રિપોર્ટર ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી