સ્વસહાય જૂથોની મહિલાઓ સાથે સીધો સંવાદ કરતાં રાજયમંત્રી જગદીશ વિશ્વકર્મા
પાટણમાં 5 સ્વસહાય જૂથોને રૂ. 6 લાખ 50 હજારના કેશ ક્રેડીટ લોનના ચેકનું વિતરણ કરવામાં આવ્યું
પાટણગ્રામ્ય વિસ્તારની ગરીબ મહિલાઓને સંગઠિત કરી તેઓ આર્થિક, સામાજીક, કૌટુંબિક, શૈક્ષણિક તેમજ આરોગ્ય વિષયક ક્ષેત્રમાં વિકાસ તરફ આગળ વધે તે હેતુને ધ્યાનમાં રાખી સરકાર ધ્વારા અનેકવિધ યોજનાઓનું અમલીકરણ થઇ રહ્યુ છે, દિનદયાળ અંત્યોદય યોજનાના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત અનેક મહિલાઓ લાભ લઈને આર્થિક રીતે આત્મનિર્ભર બની રહી છે. આ યોજના હેઠળ સ્વસહાય જૂથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડીટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.
જિલ્લા ગ્રામવિકાસ એજન્સી પાટણના સહયોગથી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કન્વેશન હોલ ખાતે આયોજીત આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ તાલુકાના કુલ 05 સ્વસહાય જૂથોને 6 લાખ 50 હજારરૂ. ની લોન આપવામાં આવી હતી. કુલ 05 સ્વસહાય જૂથોને કેશ ક્રેડીટ લોનના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતુ. જેમાં પાટણ જિલ્લાનાં રાધનપુર, ચાણસ્મા, સિદ્ધપુર, સમી, શંખેશ્વર તાલુકાનો સમાવેશ થાય છે.
કાર્યક્રમના મુખ્ય મહેમાન એવાં કુટીર ઉદ્યોગ, સહકાર મીઠા ઉદ્યોગ વિભાગના મંત્રી જગદીશ વિશ્વકર્માએ લાભાર્થીઓની સાથે સીધો સંવાદ કર્યો હતો અને તેઓને વિવિધ યોજનાઓ અંતર્ગત મળેલા લાભો વિશે સીધી વાતચીત કરી હતી. મંત્રી સ્ટેજ પરથી નીચે ઉતરીને લોકોની વચ્ચે ગયા હતા અને સૌની સાથે વાતચીત કરી હતી.
તેઓએ ભાષણ ન કરીલાભાર્થી ઓ સાથે સીધો સંવાદ કર્યો
હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, જિલ્લા કલેક્ટર સુપ્રિતસીંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ ઠાકોર, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, પૂર્વ મહામંત્રી ગુજરાત પ્રદેશ ભાજપ કે.સી.પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામક બી.કે.જોશી તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:-રાજેશ જાદવ પાટણ