સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ સતત કથડતી જઈ રહી છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી લૂંટફાટ મારામારી અને હત્યાના બનાવો સતત વધતા જઈ રહ્યા છે ત્યારે ખાસ કરીને હવે સુરેન્દ્રનગર જિલ્લામાં લૂંટના બનાવની સંખ્યામાં પણ વધારો થયો છે ત્યારે સુરેન્દ્રનગરની વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં આવેલી પીએમ આંગડિયા પેઢીમાં રૂપિયા 72 લૂંટ કરી હોવાના મામલે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગરની વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં આવેલી પીએમ આંગડિયા પેઢીમાં બપોરના સમયે 72 લાખની લૂંટનો બનાવ ની પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે.ત્યારે મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ રોડ ઉપર માર્કેટિંગ યાર્ડ માં આવેલી પીએમ આંગડિયા પેઢીમાં લૂંટ થવાના સમાચાર મળતા ની સાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચ તેમજ સ્થાનિક પોલીસ ઘટના દોડી ગઈ હતી અને આ મામલે વધુ તપાસા કરવામાં આવી હતી ત્યારે પેઢીમાં કામ કરતા કર્મચારીએ જણાવ્યું હતું કે મને રિવોલવર અને છરીના ઘા જીકી અને પેઢીમાં પડેલા લાખો રૂપિયાની લૂંટ અજાણ્યા આવેલા ઈસમો કરી ગયા હોવાનું પોલીસ તંત્રને પેઢીમાં કામ કરતા યુવક યશપાલ સિંહ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારે આવેલા ઈસમો પેઢીનું સીસીટીવી ફૂટેજ નું સરવર પણ સાથે લઈ ગયા હોવાનો ઘટકો થવા પામ્યો હતો.ત્યારે આ મામલે આજુબાજુના સીસીટીવી ફૂટેજ ના આધારે પોલીસ તંત્ર દ્વારા તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે મોટો ધડાકો થવા પામ્યો હતો ત્યારે પેઢીમાં કામ કરતા યશપાલસિંહ દ્વારા જ આ સમગ્ર કાવતરું રચવામાં આવ્યું હોય અને પેઢીમાં પડેલા પૈસાની ઉચાપત કરવામાં આવી હોવાનો ધડાકો થવા પામ્યો હતો. બાજુના દુકાનના સીસીટીવી ફૂટેજ જોવામાં આવતા યશપાલસિંહ સૌપ્રથમ પેઢીમાં પ્રવેશ મેળવ્યા બાદ પોતાના એકટીવા બાઈકમાં પોતે જાતે 11 લાખ મૂકે છે અને ત્યારબાદ અન્ય મિત્રોના મારફતે પોલો ગાડીમાં બેઠેલા લોકોને પૈસા મોકલાવી દે છે અને ત્યારબાદ પોતાના શરીર ઉપર ચાકુ અને હથિયારથી જાતે જ હુમલો કરી દે છે.અને પોતાના શર્ટ પણ ફાડી નાખે છે તેવું સ્પષ્ટ રીતે વર્તાઈ રહ્યું હતું ત્યારે મામલો લૂંટમાંથી છેતરપીંડી માં ફેરવાઈ જવા પામ્યો હતો ત્યારે પોલીસ તંત્ર દ્વારા મોડી સાંજે યશપાલસિંહ નામના યુવકની અટકાયત કરવામાં આવી છે અને જે મિત્ર સાથે યશપાલસિંહ દ્વારા નાણા મોકલવામાં આવ્યા હતા તેની પણ પોલીસે અટકાયત કરી છે અને આ મામલે આગળ તપાસ કામગીરી હાથ ધરી છે લોકલ ક્રાઈમ બ્રાન્ચને આ મામલે સફળતા મળી છે અને આગળની કાર્યવાહી પણ હવે લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે પેઢીમાં અનેક વર્ષોથી ફરજ બજાવતા યથપાલસિંહની દાનત બગડતા સમગ્ર કાવતરું આચરવા માં આવ્યા હોવા નો ધડાકો થવા પામ્યો છે. તથા પોલો કપડીમાં રકમ લઈ નાસી જનાર ત્રણ શખ્સોની પોલીસે શોધખોળ શરૂ કરી છે.