ખંભાત શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગણેશજીની ઠેર ઠેર સ્થાપના કરવામાં આવી હતી.કલાત્મક અને સુશોભિત ગણેશજીના સ્થાપના બાદ દસ દિવસ સુધી શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી હતી.બાપાની વિદાયનો સમય થતા ખંભાતના દરિયા  કાંઠે બાપાને વિદાય આપવા શ્રદ્ધાળુંઓ ભવ્ય શોભાયાત્રામાં જોડાયા છે.'ગણપતિ બાપા મોરિયા'ના નાદ સાથે ઢોલ-નગરાના તાલે અબીલ ગુલાલે છોરો વચ્ચે ભક્તિમય વાતાવરણ સર્જાઈ ગયું છે.જો કે અતિ સંવેદનશીલ ગણાતા ખંભાતમાં પોલીસ ટીમ દ્વારા શોભયાત્રાના રૂટો પર ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.હાલ સરદાર ટાવર પાસે પોલીસના ચૂસ્ત બંદોબસ્ત હેઠળ શોભાયાત્રા નીકળી છે.બટાલિયન ટુકડી દ્વારા શોભાયાત્રાના રૂટો પર બાજ નજર રાખવામાં આવી રહી છે.અન્ય એજન્સી પણ ખાનગી રાહે નજર રાખી રહી છે.દરિયા કાંઠે સરળતાથી ગણેશજીનું વિસર્જન થઈ શકે તે પૂર્વ તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી હતી.ફાયર તેમજ મેડિકલ ટીમ પણ ખડેપગે ફરજ બજાવી રહી છે.જો કે અન્ય શહેરી વિસ્તારોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક જળાશયો અને તળાવોમાં ગણેશજીનું ભક્તિભાવ અને વિધિવત વિસર્જન કરી ધન્યતા અનુભવી હતી.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं