અમદાવાદ-મુંબઈ વચ્ચે હાઇસ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું આજે અમદાવાદમાં ટ્રાયલ કરાયું છે.
દેશની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નવરાત્રિમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે શરૂ થઈ જશે, જાણે કે પ્લેનમાં બેઠા હોય તેવી અનુભૂતિ થશે.
આજે સવારે અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશનથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને 130 કિમીની ઝડપે દોડાવીને ટ્રાયલ રન લેવાયું હતું.
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની શરૂઆતની ઝડપ 180થી 200 કિલોમીટર પ્રતિ કલાકની છે.
આ ટ્રેનમાં મુસાફરીનો આનંદ લેવો હોયતો અમદાવાદ થી મુંબઈ જવાનું ભાડું રૂ.3500 ખર્ચવું પડશે. અમદાવાદથી સવારે 7.25 વાગ્યે બેસો એટલે બપોરે 13.30 વાગે મુંબઈ ભેગા.
વળી, મુંબઇથી આ ટ્રેન બપોરે 14.40 વાગે ઊપડી રાતે 21.05 વાગે અમદાવાદ પહોંચાડી દેશે.
હાલ દેશમાં વારાણસી - નવી દિલ્હી અને દિલ્હી - કટરા રૂટ પર વંદે ભારત એક્સપ્રેસમાં સંચાલન કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદ-મુંબઈનું 491 કિમીનું અંતર 6 કલાકમાં પૂરું થશે. ચેરકાર અને એક્ઝિક્યુટિવ ચેરકાર સીટ ધરાવતી આ ટ્રેનનું ભાડું શતાબ્દીથી વધુ અને તેજસ કરતા ઓછું રહેશે.
ટ્રેનમાં એક સાથે 1128 પેસેન્જર મુસાફરી કરી શકશે.
વર્ષ 2023 સુધીમાં અમદાવાદ-મુંબઈ સહિત 75 રૂટ પર ટ્રેન દોડાવાશે. પેસેન્જરોને ઈન્ફર્મેશન સિસ્ટમ, સીસીટીવી કેમેરા, ઓટોમેટિક સ્લાઈડિંગ ડોર, સ્મોકિંગ ડિરેક્શન એલાર્મ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.