મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨’ --------- નર્મદા જિલ્લામાં તા.૧૧ મીએ રવિવારે મતદારયાદી સુધારણાની યોજાશે અંતિમ ખાસ ઝુંબેશ : નજીકના મતદાન મથકોએ બુથ લેવલ ઓફિસર (BLO) હાજર રહી અરજીઓ સ્વીકારશે --------- રાજપીપલા, શુક્રવાર :- ભારતના ચૂંટણી પંચ દ્વારા 'મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨' જાહે૨ ક૨વામાં આવ્યો છે. જે મુજબ જે નાગરિક તા.૦૧/૧૦/૨૦૨૨ ની લાયકાતની તારીખના રોજ ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમર પૂર્ણ કરતા હોય તેવા નાગરિકો માટે તા.૧૧/૦૯/૨૦૨૨ સુધી મતદારયાદી સંક્ષિપ્ત સુધારણાની કામગીરી નર્મદા જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી હાથ ધરાઇ છે. તદ્અનુસાર, નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને રાહબરી હેઠળ તા.૧૧ મી સપ્ટેમ્બર,૨૦૨૨ ને રવિવારે જિલ્લાના કુલ-૬૨૪ મતદાન મથકોએ કરાયેલી ખાસ વ્યવસ્થા મુજબ બુથ લેવલ ઓફિસર (BLO) દ્વારા ખાસ ઝુંબેશ અન્વયે આ દિવસે સવારે ૧૦:૦૦ થી સાંજે ૫:૦૦ કલાક દરમિયાન હાજર રહી અરજીઓ સ્વીકારશે. જ્યાં મતદારો મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા, નામ રદ્દ કરવા, કોઈ નામની સામે વાંધો લેવા, નામ કે અન્ય વિગતો સુધારવા માટે સંબંધિત નિયત નમુનાના ફોર્મ ભરી જરૂરી આધાર-પૂરાવાઓ સાથે તેમના રહેઠાણ વિસ્તારના મતદાર નોંધણી અધિકારી, મદદનીશ મતદાર નોંધણી અધિકારી અથવા બુથ લેવલ ઓફિસરોને હક્કદાવાઓ રજુ કરી શકશે. યુવા નાગરિકો મતદા૨ યાદીમાં નામ દાખલ કરાવવા ફોર્મ નં. ૬, મૃત્યુ સ્થળાંતરના કિસ્સામાં નામ કમી કરવા ફોર્મ નં. ૭, સુધારા માટે ફોર્મ નં. ૮ તથા એક જ વિધાનસભા મતદાર વિભાગમાં સ્થળાંતર માટે ફોર્મ નં. ૮(ક) જરૂરી આધાર પુરાવા સાથે તા.૧૧ મીએ રવિવારે સંબંધિત મતદાન મથકે નામ નોંધણી અને સુધારા કરાવવાની ખાસ ઝુંબેશની અંતિમ તક છે. મતદાર યાદીમાં નામ ચકાસવા માટે તેમજ નામ દાખલ, કમી કરવા અને સુધારાની અરજી www.voterportal.eci.gov.in અથવા www.nvsp.in અથવા Voter Helpline મોબાઈલ એપ અથવા www.ceo.gujarat.gov.in ઉપર પણ ઓનલાઈન અરજી કરી શકાશે. વિશેષ જાણકારી માટે હેલ્પલાઈન નં.૧૯૫૦ ૫૨ સંપર્ક કરવો. આ કાર્યક્રમનો મહત્તમ લાભ લેવા અને ખાસ કરીને ૧૮ વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા યુવા મતદારો માટે મતદારયાદીમાં નોંધણી કરાવવાની સુવર્ણ તક હોવાથી વધુમાં વધુ નાગરિકો ઘરઆંગણે આ ખાસ ઝુંબેશનો લાભ લેવા નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા ખાસ અનુરોધ કરાયો છે. ૦૦૦૦

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं