પાટણ સીટી વિસ્તાર મા રોડ રસ્તા ઉપર ગંદકી સામ્રાજ્ય.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ માખણીયા પરાના લોકોની અને નાના બાળકોની સ્કૂલની મુલાકાત પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ દ્વારા લેવામાં આવી અને સ્કૂલ તેમજ લોકોના પ્રશ્નોને વાચા આપવામાં આવી. 

સ્કૂલની અંદર ભણતા નાના બાળકોને પાણી ભરાઈ જતા પાણીમાં થઈ અને સ્કૂલ ના ઓરડામાં જવું પડતું હતું આ તકલીફ ના પડે તેના માટે માખણીયા પરા પ્રાથમિક શાળામાં ધારાસભ્ય દ્વારા બે લાખની ગ્રાન્ટ મંજૂર કરી બ્લોક નાખવાનું કામ કરાવવાની ખાતરી આપવામાં આવી તેમજ માખણીયા વિસ્તારમાં ભૂગર્ભ ગટર લાઈન નખાઈ ગયેલ છે તેમ છતાં તેનું જોડાણ આપવામાં આવ્યું નથી જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહી છે. 

આ સમસ્યાને લઇ ધારાસભ્ય દ્વારા જી યુ ડી સી માં અધિકારી સાથે તેમજ તેના કોન્ટ્રાક્ટર સાથે ઝડપથી જોડાણ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. જેના રોડ રસ્તાની વિકટ પરિસ્થિતિ હતી જ્યાં ચાલવું પણ મુશ્કેલ હતું આ વિસ્તારમાં ગરીબ પ્રજા રહેતી હોય રોડ એકદમ બીસ્માર હાલતમાં હતો તેમજ ચોમાસાના પાણી આજુબાજુ ભરાઈ રહેવાથી ખૂબ જ ગંદકીનું સામ્રાજ્ય થવા પામ્યું હતું લોકોને શ્રમકાર્ડ ન હોવાથી ચીફ ઓફિસરને આ ગંદકી રોડ રસ્તા અને આ ગરીબ પ્રજાને તેમના વિસ્તારમાં આવી શ્રમકાર્ડ કાઢી આપવામાં આવે એવી વ્યવસ્થા કરવા ચીફ ઓફિસર ને રજૂઆત કરવામાં આવી. 

રિપોર્ટ:રાજેશ જાદવ પાટણ