લો કોલેજ ગોધરા ખાતે" મતદાન જાગૃતિ અભિયાન"ઊજવામાં આવ્યો

કેમ્પ - લો કોલેજ ગોધરા

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તેમજ પંચમહાલ જિલ્લા કલેકટર ના આદેશ અનુસાર , શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ના પરીપત્ર નું. ૨૮૦૫ અંતર્ગત કોલેજ ના આચાર્ય શ્રી ડો. અપૂર્વ પાઠક ની અધ્યક્ષતા હેઠળ, કોલેજ N.S.S યુનિટ દ્વારા લો કોલેજ ગોધરા ખાતે મતદાન જાગૃતિ અંગે એક કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગોધરા ના નાયબ મામલતદારશ્રી તેમની સમગ્ર ટીમ સાથે હાજર રહ્યા હતા તેમજ મતદાન યાદીમાં નામ નોંધણી, સુધારણા, વગેરે બાબતો પર ચર્ચા કરી વિદ્યાર્થીઓ ને સમાજ આપી હતી. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન મતદાન જાગૃતિ અભિયાન લો કોલેજ ગોધરા ના કો - ઓર્ડીનેટર શ્રી ડો. અમિત મહેતા એ કર્યું હતું, જેમાં કોલેજ N.S.S. યુનિટ ના પ્રોગ્રામ ઓફિસર શ્રી ડો. સતીશ નાગર તેમજ કોલેજ ના અધ્યાપક ડો. કૃપા જયસ્વાલ મેડમ અને ડો.અર્ચના યાદવ મેડમ ઉપસ્થિત રહ્યા હતા અંતે અધિકારીશ્રીઓ નો અને બહોળી સંખ્યા માં ઉપસ્થિત વિદ્યાર્થીઓ નો આચાર્ય દ્વારા આભાર વ્યક્ત કરી કાર્યક્રમ ને સફળ રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો.