ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વડુંમથક સેવાલીયા (પાલી ગ્રામ પંચાયત) ખાતે છેલ્લા કેટલાક સમયથી સરકારી જમીન ખુબ મોટા પ્રમાણમાં માટી ચોરી થતી હોવાની રાવ ઉઠી છે. નિયમ અનુસાર માટી લેવા માટે સરકાર માંથી પરવાનગી મેળવવી પડે છે. જે પરવાનગી લેવા માટેનો સમયગાળો ખૂબ લાંબો હોય છે. અને સરકારી કચેરીઓના કેટલીય વખત ધક્કા ખાધા પછી કાયદેસરની પરવાનગી મળતી હોય છે. અને નિયમ મુજબ રોયલ્ટીની રકમ સરકારી તિજોરી માં જમા કરાવ્યા બાદ જ આ સરકારી કે ખાનગી માટી નું ખોદકામ કરી તેને બીજા ખેતર કે જગ્યામાં લઇ શકાય છે. તેમછતાં કેટલાક ભુમાફિયાઓ સરકારી માટીની પરવાનગી વગર ખોદી પોતાના ખેતરોમાં પુરી સરકારી કાયદાનું ખુલ્લેઆમ ઉલંઘ્ઘન કરી રહ્યા હોવા ની પુખ્ત માહિતી મળી છે. સ્થાનિક રહીશ દ્વારા નામ નહીં આપવાની શરતે જણાવ્યું કે રાત્રે મોડા સમયે જેસીબી મશીન દ્વારા સરકારી ગૌચર જમીનમાં ખોદકામ કરી તે માટી ટ્રેક્ટરો દ્વારા ભરી લઈ જવામાં આવે છે. તેમ જણાવાયું હતું.
રિપોર્ટ: રીઝવાન દરિયાઈ. ખેડા: ગળતેશ્વર