પાવી જેતપુરમાં હર્ષો ઉલ્લાસ અને અબીલ ગુલાલની છોડો વચ્ચે વિઘ્નહર્તાનું વસવા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.
પાવી જેતપુરમાં ફળીએ - ફળીએ શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી હતી. આજરોજ બપોર બાદ વિઘ્નહર્તાની સવારિઓ પાવી ગામે આવેલ વસવા નદી તરફ જતી નજરે પડતી હતી. બાપા મોરિયા રે, અગલે બરસ તું જલ્દી આરે, વગેરે ગગન ભેદી નારાઓ, અબીલ ગુલાલની છોડો તેમજ ડીજે ના તાલે નાચતા કુદતા વસવા નદીના પાણીમાં વિઘ્નહર્તાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. કોઈ અઘટિત ઘટના ન બને તે માટે નદીના પટમાં પોલીસ સ્ટાફ ગોઠવી દેવામાં આવ્યો હતો.
આમ, પાવીજેતપુર માં ખૂબ જ ઉત્સાહ ઉમંગ અને અબીલ ગુલાલ ની છોડો વચ્ચે વિઘ્નહર્તાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.