કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઇ પી વી વાઘેલા દ્વારા આજ રોજ રવિવારે બપોરે પોલીસ સ્ટેશન ખાતે હોટેલ ગેસ્ટ હાઉસ, ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ ના સંચાલકો સાથે બેઠક યોજી આગામી ૩૧ ડિસેમ્બર ની ઊજવણી દરમ્યાન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા,કાયદો વ્યવસ્થા જળવાય કોઇ બીનકાયદેસર પ્રવૃત્તિઓ ન થાય તેની તકેદારી રાખવા ઊપરાંત ટ્રાફીક ની સમસ્યા ન થાય તેવી વ્યવસ્થા કરવા આગોતરૂ આયોજન કરવા વિવિધ સુચનાઓ આપી હતી.