નિવાસી અધિક કલેકટરશ્રી સી.એ.ગાંધીની ઉપસ્થિતિમાં ઉજવણીના સુચારા આયોજન અંગે યોજાયેલી બેઠક ------------- રાજપીપલા, શુક્રવાર :- ગુજરાતના યજમાનપદે તા.૨૯ મી સપ્ટેમ્બરથી તા.૧૨ મી ઓક્ટોબર,૨૦૨૨ દરમિયાન ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર જેવા ૬ શહેરો ખાતે ૩૬ મી નેશનલ ગેમ્સના કરાયેલા આયોજનના ભાગરૂપે “સેલિબ્રેટિંગ યુનિટી થ્રુ સ્પોર્ટ્સ” થીમ હેઠળ જિલ્લા કક્ષાએ “નેશનલ ગેમ્સ” અંગે હાથ ધરાયેલા જાગૃતિ અભિયાનના ભાગરૂપે રાજ્યના તમામ જિલ્લાઓમાં તા.૧૨ મીથી તા.૧૬ મી સપ્ટેમ્બર,૨૦૨૨ સુધી જિલ્લાની શાળા, કોલેજોમાં વિવિધ રમતોના આયોજન થકી ૩૬ મી નેશનલ ગેમ્સના વ્યાપક પ્રસાર-પ્રચાર અંતર્ગત નર્મદા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોના સુચારૂ આયોજન ઘડી કાઢવા આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને રાહબરી હેઠળ નિવાસી અધિક કલેકટરશ્રી સી.એ.ગાંધીની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં વિવિધ સમિતિઓને સોંપાયેલી કામગીરી સુપેરે પાર પડે તે જોવા સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓને શ્રી ગાંધીએ ખાસ અનુરોધ કર્યો હતો.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं