વજન-ઊંચાઈ માપી બાળકોના શારીરિક વિકાસની નોંધ લેવા જિલ્લાની ૯૫૨ આંગણવાડીઓને CSR પ્રવૃત્તિ હેઠળ સ્ટેડીઓમીટર અપાયાં તાજેતરમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ કંપની (HPCL) વડોદરા ની CSR પ્રવૃત્તિ હેઠળ નાંદોદ તાલુકાને ૧૮૪, દેડીયાપાડા તાલુકાને ૩૦૨, સાગબારા તાલુકાને ૨૦૭, ગરૂડેશ્વર તાલુકાને ૧૪૨ અને તિલકવાડા તાલુકાને ૧૧૭ એમ કુલ ૯૫૨ સ્ટેડીઓમીટરની સુવિધા જિલ્લાની તમામ આંગણવાડીઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જે આંગણવાડી કાર્યકરો માટે ખૂબ જ મદદરૂપ નિવડી રહ્યું છે. બાળકનું વજન અને ઉંચાઈ અતિ ઓછી હોય તેવા કિસ્સામાં બાળકોને બાળશક્તિ યોજના તેમજ સગર્ભા-ધાત્રી માતા બાળકને જન્મ આપે અને બાળક સુપોષિત રહે તે માટે દર માસે ટીએચઆર તરીકે તેમને પૂર્ણાશક્તિ યોજના હેઠળ પોષણયુક્ત આહાર આપવામાં આવે છે જેથી તેઓના શારીરિક વિકાસની નોંધ રાખી શકાય છે.