Reward & Recognition Programહેઠળ એવોર્ડ

એનાયત કરી ડીજીપી આશિષ ભાટિયા હસ્તે સન્માન પત્ર

એનાયત કરવામાં આવે છે

ગુજરાત પોલીસમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ

સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર

જીલ્લાઓને દર ત્રણ માસે એવોર્ડ એનાયત કરવાનું નક્કી

કરવામાં આવેલ છે.ગુજરાત સરકાર દ્રારા વિશ્વાસ પ્રોજેકટ

અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી

શહેરમાં ટ્રાફીક નિયમન તથા જીલ્લામાં બનતા કોઇ પણ

ગુન્હાનો ભેદ ત્વરીત ઉકેલવા, કોઇ વ્યક્તિનો ગૂમ થયેલા

કીંમતી સામાન ક્યાંય ભુલી ગયેલ હોય તો ત્વરીત તે સામાન

શોધી, "પોલીસ પ્રજાનો મીત્ર છે" તે સુત્રને સાર્થક કરેલ ..

Reward & Recognition Program હેઠળ એવોર્ડ

એનાયત કરવા સારૂ ગુજરાત રાજ્યના ડી.જી.પી. ની કચેરી

ખાતે નિયુક્ત કરેલ કમીટી દ્રારા રાજ્યના તમામ જીલ્લા

દ્રારા વર્ષ 2022 ના ક્વાર્ટર-૨ તા. ૦૧/૦૪/૨૦૨૨ થી

૩૦/૦૬/૨૦૨૨ સુધીના સમયગાળા દરમ્યાન સીસીટીવી

કેમેરાનો ઉપયોગ કરી કેસ ઉકેલવામાં મળેલ સફળતાની

કામગીરીનુ મુલ્યાંકન કરવામાં આવેલ હતુ. મુલ્યાંકન બાદ

કમીટી દ્રારા જૂનાગઢ જીલ્લાની નેત્રમ શાખાને સતત પાંચમી

વખત ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર આપવામાં આવેલ

હતો તેમજ ઇ- ચલણની કામગીરીમાં સમગ્ર રાજ્યમાં તૃતીય નંબર આપવામાં આવેલ હતો અને નેત્રમ શાખાના

પી.એસ.આઇ. પી.એચ.મશરૂની ટીમના પોલીસ કોન્સ.

હાર્દિક સિંહ સીસોદીયા, દેવેનભાઈ સિંધવને ગાંધીનગર

ખાતે ડી.જી.પી. આશીષ ભાટીયા દ્રારા નેત્રમ શાખાને ૭ મી

વખત એવોર્ડ આપી સન્માનીત કર્યા હતા. વિશ્વાસ પ્રોજેકટ

અંતર્ગત હજુ સુધી કુલ ૫ વખત કામગીરીનું મૂલ્યાંકન કરી

એવોર્ડ આપવામાં આવેલ, પાંચેય વખત પી.એસ.આઈ.

પી.એચ.મશરૂ અને તેમની સમગ્ર ટીમ દ્વારા ગુજરાતમાં પ્રથમ

નંબર મેળવેલ છે, તેમજ ૨ વખત ઇ - ચલણની કામગીરીમાં

નંબર મેળવેલ છે અને જૂનાગઢ જીલ્લા પોલીસને ગર્વ

અપાવેલ છે.જૂનાગઢ પોલીસના ઇતિહાસમાં આ સિદ્ધિ

સુવર્ણ અક્ષરે અંકિત કરાઈ હતી

પી.એસ.આઇ. પી.એચ.મશરૂ અને તેમની સમગ્ર ટીમને

અગાઉ માહે જાન્યુ ૨૦૨૧માં, ઓગષ્ટ ૨૦૨૧, જાન્યુઆરી

-૨૦૨૨, એપ્રીલ - ૨૦૨૨ અને સપ્ટેમ્બર -૨૦૨૨ માં પણ

ડી.જી.પી. શ્રી આશીષ ભાટીયા દ્રારા એવોર્ડ એનાયત કરી

સન્માનીત કરવામાં આવેલ હતા. આમ જૂનાગઢ નેત્રમ

શાખાની સમગ્ર ટીમને ડી.જી.પી. શ્રી આશીષ ભાટીયા દ્રારા

ફક્ત ૧.૫ વર્ષના અંતરે ૭ -૭ વખત શ્રેષ્ઠ કામગીરી કરવા

સારૂ* એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવેલ. 

રિપોર્ટર રેશમા સમા જુનાગઢ