મળતી માહિતી અનુસાર દેડયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારના કુંડીઆંબા ગામે આ કામના ફરિયાદી કિરણભાઈ દલપતભાઈ દેશમુખ તથા પિયુષભાઈ પ્રતાપભાઈ વસાવા નાઓ કુંડીઆંબા ગામે ઠંડુ પીણું લેવા માટે દુકાને ગયા હતા જે દરમિયાન દુકાને નજીક આ કામના આરોપીઓ દારૂ પીવા માટે બેઠા હતા જે દરમિયાન ફરિયાદીને જોતા આ કામના આરોપીઓએ જણાવેલ કે તું અમને જોવા માટે કેમ આવે છે જેથી પિયુષભાઈ વસાવાએ જણાવેલ કે દેવા અમે તમને જોવા માટે આવેલ નથી તેમ કહેતા આ કામના આરોપી દેવેન્દ્રભાઈ જેઠાભાઈ વસાવા નાઓ એકદમ ઉશ્કેરાઇ જઇને જણાવેલ કે તારે મને દેવા કહેવાનું નહીં તારે મને સાહેબ કહેવાનું તેમ કહી ફરિયાદી કિરણભાઈ દેશમુખ તથા પિયુષભાઈ વસાવાને રેતીના ઢગલા ઉપર પાડી ને ઝપાઝપી કરતા હોઈ તે દરમિયાન અન્ય કેટલાક આરોપીઓ મારક હથિયાર સાથે ફરિયાદી તથા પિયુષભાઈ વસાવાની પાછળ દોડી આવીને ઝપાઝપી કરી જિલ્લા મેજિસ્ટ્રેટ નર્મદાના હથિયાર બંધી ના જાહેરનામાનો ઉલ્લંઘન કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે સદર ઘટનાની જાણ દેડયાપાડા પોલીસને થતા પોલીસે (1) દેવેન્દ્રભાઈ જેઠાભાઈ વસાવા (2)સંદીપભાઈ જેઠાભાઈ વસાવા (3)જીગ્નેશભાઈ જેઠાભાઈ વસાવા (4) ઇન્દ્રસિંગભાઈ ખાતરીયાભાઈ વસાવા (5) પરિમલભાઈ હરીવદનભાઈ વસાવા (6) મેહુલભાઈ રામસિંગભાઈ વસાવા (7) હિતેશભાઈ વિનેશભાઈ વસાવા તથા (8) ભરતભાઈ ફતેસિંગભાઈ વસાવા વિરુદ્ધ કાયદેસર ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે