દાહોદ જિલ્લા આચાર્ય સંઘના સાંસદ અલકેશભાઈ પ્રજાપતિના નિવાસસ્થાને સ્થાપિત ગણપતિજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું. આજે તારીખ ૦૯/૦૯/૨૦૨૨ ના રોજ ફતેપુરા નગર સહિત સમગ્ર તાલુકામાં ગણેશજી ની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે. ફતેપુરા ઉખારેલી રોડ પર રહેતા દાહોદ જિલ્લા આચાર્ય સંઘના સાંસદ અલકેશભાઈ દ્વારા તેમના નિવાસસ્થાને સ્થાપિત કરેલ ગણપતિજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉખરેલી રોડ વિસ્તારના આગેવાનો,યુવાઓ,મહિલાઓ,બાળકો સહિત લોકો જોડાયા હતા. અને છાલોર નદી ખાતે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
દાહોદ જિલ્લા આચાર્ય સંઘના સાંસદ અલકેશભાઈ પ્રજાપતિના નિવાસસ્થાને સ્થાપિત ગણપતિજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું
![](https://i.ytimg.com/vi/FJhCf0OJnTU/hqdefault.jpg)