વેન્યુ એન-લાઈનનો લુક તેને ખાસ બનાવી રહ્યો છે. આ કોમ્પેક્ટ એસયુવીના એક્સટીરીયર અને ઈન્ટીરીયરમાં હાલના મોડલની સરખામણીમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. SUVમાં ડાર્ક ક્રોમ ગ્રિલ અને N-Line બ્રાન્ડિંગ સાથે આગળના ભાગમાં સ્પોર્ટી બમ્પર્સ છે. વેન્યુ એન-લાઈન બે વેરિઅન્ટમાં મળી રહેશે.
દક્ષિણ કોરિયાની કાર મેન્યુફેક્ચરર કંપની હ્યુન્ડાઈએ પોતાની પોપ્યુલર કાર વેન્યુને નવી સ્ટાઇલમાં રજૂ કરી છે. કંપનીએ Venue N Line ના નામથી માર્કેટમાં Venueનું નવું મોડલ લોન્ચ કર્યું છે. કંપનીએ નવી વેન્યુ એન લાઇનનું પ્રી-બુકિંગ શરૂ કરી દીધું છે. તેને 21,000 રૂપિયાની ટોકન રકમ ચૂકવીને ઓનલાઈન બુક કરાવી શકાય છે. કંપનીએ તેના સ્ટાન્ડર્ડ વેન્યુની સરખામણીમાં ઘણા ફેરફારો સાથે ન્યૂ વેન્યુ એન લાઇન રજૂ કરી છે. આ કોમ્પેક્ટ એસયુવીનો લુક ખૂબ જ આકર્ષક લાગે છે.
વેન્યુ એન લાઈન બે વેરિઅન્ટમાં મળશે
વેન્યુ એન-લાઈનનો લુક તેને ખાસ બનાવી રહ્યો છે. આ કોમ્પેક્ટ એસયુવીના એક્સટીરીયર અને ઈન્ટીરીયરમાં હાલના મોડલની સરખામણીમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. SUVમાં ડાર્ક ક્રોમ ગ્રિલ અને N-Line બ્રાન્ડિંગ સાથે આગળના ભાગમાં સ્પોર્ટી બમ્પર્સ છે. વેન્યુ એન લાઇનમાં ડાયમંડ કટ એલોય વ્હીલ્સ, રૂફ સ્પોઇલર સાથે ટ્વીન ટિપ એક્ઝોસ્ટ પણ મળશે. નવી વેન્યુ એન લાઇન બે વેરિઅન્ટ N6 અને N8માં ઉપલબ્ધ હશે. તેમાં 1.0 લિટર ટર્બો GDi પેટ્રોલ એન્જિન મળશે.
કિંમત કેટલી છે?
ન્યૂ વેન્યુ N લાઇનની કિંમત વિશે વાત કરીએ તો N6 ની કિંમત 12,16,000 રૂપિયા અને N8 વેરિઅન્ટની કિંમત 13,15,000 રૂપિયા છે. વેન્યુ એન લાઇનમાં એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે કનેક્ટિવિટી સાથે 8-ઇંચની HD ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે. આ સિવાય ન્યૂ વેન્યુ એન લાઇનમાં ઘણા વધુ શાનદાર ફીચર્સ ઉપલબ્ધ થશે. આ SUVમાં તમામ 4 ડિસ્ક બ્રેક્સ ઉપલબ્ધ હશે. ઉપરાંત, તે ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC), હિલ આસિસ્ટ કંટ્રોલ (HAC), વ્હીકલ સ્ટેબિલિટી મેનેજમેન્ટ (VSM) ફીચર્સ સાથે આવશે.
પાંચ કલર ટોનમાં ઉપલબ્ધ
નવી વેન્યુ એન લાઇનમાં રિયર પાર્કિંગ કેમેરા, હેડલેમ્પ એસ્કોર્ટ ફંક્શન, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ મળશે. બ્લેક ઈન્ટીરીયર અને એથલેટીક રેડ ઈન્ટીરીયર હાઈલાઈટ્સ વેન્યુ એન લાઈનને વધુ અદભૂત બનાવે છે. કંપનીએ વેન્યુ એન લાઇનને 5 બાહ્ય રંગ વિકલ્પો સાથે રજૂ કરી છે. આમાં પોલર વ્હાઇટ અને શેડો ગ્રેનો સમાવેશ થાય છે. સાથે જ, આ SUV બે એક્સટીરિયર કલર ટોનમાં પણ આવશે. તેમાં ફેન્ટમ બ્લેક રૂફ સાથે પોલર વ્હાઇટ અને બ્લેક રૂફ સાથે થંડર બ્લુનું કોમ્બિનેશન મળશે.
ત્રણ ડ્રાઇવ ઓપ્શન
વેન્યુ એન લાઇનમાં ઉપલબ્ધ વિશેષ ફિચર્સ વિશે વાત કરીએ તો, લાલ બ્રેક કેલિપર્સ, લાલ એમ્બિયન્ટ લાઇટ્સ, લેધર સીટ સાથે ડ્યુઅલ કેમેરા પણ ઉપલબ્ધ છે. આ SUV 1.0-લિટર 3-સિલિન્ડર ઇનલાઇન DOHC પેટ્રોલ એન્જિન સાથે મળી રહેશે. તેમાં 7-સ્પીડ DCT ઓટોમેટિક ટ્રાન્સમિશન મળે છે. તેમાં ત્રણ ડ્રાઈવ મોડ્સ પણ છે - નોર્મલ, ઈકો અને સ્પોર્ટ. આ ઉપરાંત, તેમાં ઇલેક્ટ્રિક સનરૂફ અને સ્ટાર્ટ-સ્ટોપ બટન મળશે.