જેસર તાલુકાના કરલા માધ્યમિક શાળામાં ગૌ રક્ષક અર્જુનભાઈ આંબલીયા ટીમ સાથે આત્મવિલોપનની ચિમકી.

   તાલુકાના પ્રાંત અધિકારી કુસુમબેન પ્રજાપતિ. DYSP મિહિર બારૈયા. PSI વાય પી વ્યાસ. જેસર મામલતદાર. જેસર- ગારીયાધાર ધારાસભ્ય. મહુવા માર્કેટ યાર્ડ ના પ્રમુખ. ની હાજરી માં કરલા પ્રાથમિક શાળા ખાતે અંદરથી લોક મારી કુલ મળીને ૧૯ જણા સાથે એક મહિલા સહિત. સ્કુલની અંદર આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી હતી,

 ફાયરબ્રિગેડ તથા તમામ પોલીસ ટીમ ધટના સ્થળે પહોંચ્યા હતા.

 ગુજરાત માં ગૌમાતા રાષ્ટ્રીય તરીકે જાહેર કરવામાં આવે તેવી માંગણી લઈને એક મહિલા સહિત ૧૯ જણા, સરકારી માધ્યમિક શાળામાં તારીખ ૦૭/૦૯/૨૦૨૨ ને રાત્રી દરમિયાન આવી સ્કુલમાં અંદરથી લોક મારી અને ગૌ માતા ને રાષ્ટ્રીય માતા તરીકે જાહેર કરવામાં આવે તેવી માંગણી સાથે. પેટ્રોલની બોટલો સાથે રાખીને આત્મવિલોપન કરશે તેવી ચિમકીથી જેસર તાલુકાના નાના એવા કરલા ગામમાં આજુબાજુના વિસ્તારોમાંથી લોકો ઉમટી પડ્યા હતા,

 બાદમાં તમાંમ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી.

  

  

રિપોર્ટ દિલીપ વાઘેલા સાવરકુંડલા