રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકા કક્ષાના કલા મહાકુંભનો કાર્યક્રમ મોડેલ ડે સ્કૂલ સણોસરામાં યોજાયો હતો. કલા મહાકુંભમાં વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં મોટા હરણીયા પ્રાથમિક શાળાના બાળકોની મહેનત રંગ લાવી...જેમાં ૬ થી ૧૪ વર્ષની વયકક્ષામાં લોકગીતમાં ચાવડા અભય, લગ્ન ગીતમાં આલ ધર્મિષ્ઠા, રિધ્ધિ, હિરલ, ભરતનાટ્યમમાં ચાવડા માન્યતા, સમૂહ ગીતમાં શિવરાજની ટીમ, લોકનૃત્યમાં ૬થી ૮ ના ભાઈઓ, ગરબામાં ધો ૭-૮નીબહેનો આમ, કુલ ૬ સ્પર્ધામાં પ્રથમ નંબર ઉપરાંત રાસ અને સુગમ સંગીતમાં દ્વિતિય નમ્બર લાવી અને મોટા હરાણીયા ગામનું અને હરણીયા પ્રાથમિક શાળા પરિવારનું ગૌરવ વધારેલ છે "છેવાડાના રતન આખરે ઝળક્યા" આ કલા મહાકુંભમાં શાળાના સ્ટાફગણે સારી જહેમત ઊઠાવી એ બદલ શાળાના આચાર્યશ્રી રાઠોડ માવજીભાઈએ સર્વોને અભિનંદન પાઠવ્યા હતાં.