રોટરી કલબ ઓફ વઢવાણસીટીએ છેલ્લા 21 વર્ષોથી સુરેન્દ્રનગર જિલ્લામાં સતત કાર્યશિલ રહેતી સંસ્થા છે જેના દ્વારા જિલ્લાનાં લોકોના સ્વાસ્થ્ય, રમત-ગમત, મનોરંજંનને લગતી પ્રવૃત્તિઓ પર વિશિષ્ટ પ્રોજેકટ કરવામાં આવે છે.રોટરી થેલેસેમિયા સેન્ટરની શરૂઆત વર્ષ 2012માં કરવામાં આવી.આ સેન્ટર સી.યુ.શાહ મેડિકલ કોલેજ અને હોસ્પટલના સહયોગથી ચલાવવામાં આવે છે.શહેર અને જિલ્લાનું તો ખરું પરંતુ સંપૂર્ણ ગુજરાતમાં આવું સેન્ટર જોવા નહીં મળે.આ સેન્ટરમાં થેલેસેમિયા બીમારીની સારવાર લેતા બાળકોને દત્તક લઈ લેવામાં આવે છે. આ બાળકોની સારવાર તદ્દન ફી કરવામાં આવે છે. જેમાં તેમને સવારે આવે ત્યારે નાસ્તો, ડોકટરો દ્વારા શારીરિક તપાસ, મેડિકલ અસેસરીઝ દવાઓ, બ્લડનું યુનિટ, બાળક સાથે વાલીનું જમવાનું બંધુ જ તદ્દન ફી આપવામાં આવે છે. તેનો સંપૂણ ખર્ચ રોટરી કલબ ઓફ વઢવાણસીટી ભોગવે છે.આ પ્રોજેકટ દર બુધવારે સી.યુ.શાહ મેડિકલ કોલેજ અને હોસ્પટલના બાળકોનાં વિભાગમાં ચલાવવામાં આવે છે. આ સેન્ટરમાં અત્યારે 110 થી વધુ દર્દીઓને રોટરી કલબ ઓફ વઢવાણસીટીએ દત્તક લીધેલ છે. અત્યાર સુધીમાં કુલ 10736 દર્દીઓએ આ સેન્ટરમાં સારવાર લીધેલ છે. આવા દર્દીઓનું આયુષ્ય ઓછું હોય છે. જેમાં બાળકો જ આરોગનાં ભોગ બનેલ હોય છે. ત્યારે આવા દર્દીઓ સારી રીતે જીવી શકે તે આશયથી રોટરી કલબ ઓફ વઢવાણસીટી આ સેન્ટર ચલાવી રહ્યું છે.જેમાં શહેર તથા બહારના દાતાઓનો ખુબ મોટો ફાળો છે દર વર્ષે રોટરી કિકેટ કોર્પોરેટર કપ જેવા કાર્યક્રમો કરી આ પ્રોજેકટ માટે ફંડ ભેગુ કરાય છે. અને રોટરી કલબ ઓફ વઢવાણસીટી જે નવરાત્રી 2022નું આયોજન કેમ્બ્રિજ સ્કૂલ ખાતે કરી રહી છે, તેનો પણ મુખ્ય ઉદ્દેશ ફંડ ભેગુ કરી આવા ઉમદા કાર્યોને વધુ ઉંચાઈ પર લઈ જવાનો છે. આવા કાર્યોમાં મદદરૂપ થનાર સમાજના લોકોની રોટરી કલબ ઓફ વઢવાણસીટી આભારી છે.રોટરી કલબ ઓફ વઢવાણસીટી દ્વારા અશ્ર્વિન સી.શાહ ડાયાલિસિસ સેન્ટર વર્ષ 2016 થી ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં કિડનીનાં રોગોથી પીડિત દર્દીઓને મફત ડાયાલિસિસ કરી આપવામાં આવે છે.જયારે કિડનીનો રોગ લાગુ પડે ત્યારબાદ જીવનપર્યત ડાયાલિસિસ કરાવવું પડતું હોય છે, તેવા દર્દીઓને રાહત આપવા ખાસ 14 મશીનો સાથેની સગવડોથી સજ્જ ગુજરાત રાજયનું સ્વચ્છ અને આધુનિક સુવિધાવાળું આ ડાયાલિસિસ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે.અત્યાર સુધીમાં કુલ 17000+ દર્દીઓએ આ સેવાનોલાભ લીધેલ છે. આ સેન્ટર ચલાવવા સમાજ તરફથી અનુધન મળતું રહે છે. તેના માટે રોટરી કલબ ઓફ વઢવાણસીટી સમાજની આભારી છે. આવા પ્રોજેકટને વધુ સારી રીતે ચલાવવા, વધુ લોકોને મદદરૂપ થવા રોટરી કલબ ઓફ વઢવાણસીટી આવા નવરાત્રીનાં કાર્યક્રમો કરે છે. જેમાં દાન દ્વારા એકત્રિત થતી રકમ ઉમદા કાર્યોમાં વપરાય છે.