તાજેતરમાં હળવદ ખાતે યોજાયેલ તાલુકા કક્ષાના કલા મહાકુંભ અને યુવા ઉત્સવની વિવિધ સ્પર્ધાઓમાં તક્ષશિલા સંકુલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મેદાન માર્યું હતું. જેમાં એકપાત્રીય અભિનયમાં ઝેઝરિયા કિરણ, ભજનમાં ગોજિયા પ્રિયા, ચિત્રકલા ‘ બ ‘ વિભાગમાં પરમાર જલ્પા, તબલાવાદનમાં કલાડિયા હાર્દિક અને હાર્મોનિયમનાં માકાસણા જયે પહેલો નંબર મેળવ્યો હતો. જ્યારે સિનિયર કેટગરીમાં નિબંધ લેખનમાં ઝાલા મયુર, વક્તૃત્વ મા અઘારા હેત અને અઘારા શ્રેય તેમજ તબલાવાદનમાં શિક્ષક વણપરા જયદીપ, ભજનમાં રામાનુજ જાનકી અને પરમાર પારુલ, એકપાત્રીયમાં પટેલ રાજવીએ ફર્સ્ટ રેન્ક મેળવ્યો હતો. જ્યારે રાસ, ગરબા અને લોકનૃત્ય મા સમૂહ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી કુલ ૪૨ જેટલા વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે પસંદ થયા હતા. તમામ વિજેતા વિદ્યાર્થીઓ આગામી સમયમાં મોરબી મુકામે યોજાનાર જિલ્લા કક્ષાની સ્પર્ધામાં નંબર મેળવી આગળ વધે તેવી શુભેચ્છા શાળાના એમડી ડો મહેશ પટેલે પાઠવી હતી. તમામ વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધા માટે જયંતિ મારુનિયા, દેવ રાઠોડ, મોરી ગૌતમ, રમેશ કૈલા, રોહિત સિણોજીયાએ પ્રોત્સાહન આપ્યુ હતું .

રિપોર્ટર અમિતજી વિંધાણી હળવદ