પતંજલિ વિશ્વ વિદ્યાલય દ્વારા સન્માનપત્ર પામતા ધ્રાંગધ્રાનાં યોગ શિક્ષક યુવરાજસિંહ રાણા.
યોગ પ્રાચીન ભારતીય સંસ્કૃતિ નો અમૂલ્ય વારસો અને શ્રેષ્ઠ ધરોહર છે તેમજ વિશ્વ આખાએ આ અનમોલ સંસ્કુતિ ને ઉમદા ભેંટ તરીકે સ્વીકારીને ભારતને યોગ ગુરુ તરીકે સ્વીકાર્યું છે તયારે આવા અમૂલ્ય ક્ષેત્રે કાર્યરત યુવરાજસિંહ રાણા ને પોતાના જન્મદિવસે જ નામાંકિત પતંજલી વિશ્વ વિદ્યાલય દ્વારા સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું હતું. જો કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણવા લાયક પ્રયાસો બાદ 21 જૂન 2015 નાં રોજ યોગ ને આંતર રાષ્ટ્રીય યોગ દિવસ તરીકે સ્વીકારવામાં આવ્યો છે જે ભારત માટે યાદગાર ભેંટ સમાન છે તયારે એ જ દિવસે પતંજલિ વિશ્વ વિદ્યાપીઠ દ્વારા દેશ ભર માં થી 450 લોકો ને પસંદ કર્યા હતા જેમાં ગુજરાત માં થી માત્ર 3 અને એમાં ય સૌરાષ્ટ્ર માં થી યુવરાજસિંહ એક તયારે પણ પસંદગી પામ્યા હતા અને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમનું આ બીજી વાર તેમના જન્મદિવસે જ સન્માન થવા પામ્યું હતું
રિપોર્ટ:સાહરૂખ સિપાઈ ધ્રાંગધ્રા ૯૧૫૭૭૭૨૮૮૮