જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા પોષણ માસ-૨૦૨૨ની ઉજવણીના

ભાગ રૂપે કિશોરી માટે પોષણ જાગૃતિ ઉપરની શિબીર અને કવ્ઝિનો

કાર્યક્રમ યોજાયો

આજ તા.૦૮/૦૯/૨૦૨૨ રોજ આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા

“રાષ્ટ્રીય પોષણ અભિયાન” અંતર્ગત ચાલી રહેલ પોષણ માસ-૨૦૨૨ની ઉજવણીના ભાગ રુપે

સવારે ૧૧.૦૦ કલાકે ગવર્મેન્ટ ગલ્સ હાઇસ્કુલ, આઝાદ ચોક, જુનાગઢ ખાતે કિશોરી માટે પોષણ

જાગૃતિ ઉપરની શિબીર અને કવ્ઝિનું આયોજન કરવામાં આવેલ. જેમાં માન.કોર્પોરેટરશ્રીઓ

પલ્લવીબેન ઠાકર, શ્રી આરતીબેન જોષી તથા શ્રી ભાવનાબેન હિરપરા તથા ગવર્મેન્ટ ગલ્સ

હાઇસ્કુલના આચાર્યશ્રી તેમજ શિક્ષકો ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફીસરશ્રી

વત્સલાબેન દવે દ્વારા પોષણ માસની ઉજવણીનું મહત્વ, ટેક હોમ રાશનના નિયમિત ઉપયોગથી

થતા ફાયદાઓ તેમજ કિશોરીઓના સ્વાસ્થય અને પોષણક્ષમ આહાર વિશે સમજ આપવામાં

આવેલ તથા માન.કોર્પોરેટરશ્રી આરતીબેન જોષી દ્વારા પણ કિશોરીઓને સ્વરક્ષા અને જીવન

કૌશલ્ય સ્વનિર્ભર બનવા વિશે પણ માર્ગદર્શન આપવામાં આવેલ. તેમજ આઇ.સી.ડી.એસ.

શાખા દ્વારા ગર્વમેન્ટ ગલ્સ હાઇસ્કુલની ઉપસ્થિત કિશોરીઓ માટે પોષણ આધારીત ચિત્ર સ્પર્ધા

તથા કવીઝનું આયોજન કરી પોષણ અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવેલ. આમ

આઈ.સી.ડી.એસ.શાખા, મ.ન.પા. જુનાગઢ અને શિક્ષણ વિભાગના સંયુકત ઉપક્રમે કાર્યક્રમનું

સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવેલ.

જુનાગઢ મહાનગરપાલિકા 

રિપોર્ટર રેશમા સમા જુનાગઢ