મોરબી રોડ પર કાગદડી ગામ પાસે બાઇક સ્લીપ થતા જસદણના રામલીયા ગામના યુવાનનું મોત નિપજતા પરિવારમાં શોક છવાયો છે.યુવક મેળામાંથી પરત ફરતા બનાવ બન્યો હતો. બનાવની વિગત મુજબ,રામળીયા ગામમાં રહેતો દિનેશ ગોરધનભાઇ સીતાપરા (ઉવ.35) પરમ દિવસે પોતાનું બાઇક લઇને જતો હતો.
ત્યારે કાગદડી ગામ પાસે બાઇક સ્લીપ થતા દિનેશને માથા તથા શરીરે ઇજા થતા તેને 108 મારફતે સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું.મૃતક દિનેશ ત્રણ ભાઇમાં વચેટ હતો. તે છેલ્લા બે વર્ષથી પીપળીયા ગામમાં તેના મોટાબાપુના દીકરા સાથે ભરતભાઇ કોળીની જમીન ભાગમાં વાવવા રાખી ત્યાંત જ રહેતો હતો.