પ્રી-એકઝીસ્ટીંગ ડીસીઝનું કારણ ધરી રદ કરેલો રૂ.6.50 લાખનો ક્લેઇમ 6 ટકા વ્યાજ સાથે ગ્રાહકને ચૂકવવા વીમા કંપનીને રાજકોટ ગ્રાહક સુરક્ષા કમીશને હુકમ કર્યો છે. પ્રી-એકઝીસ્ટીંગ ડીસીઝનું બહાનું કરી વળતર ન ચૂકવતી વીમા કંપનીઓ માટે આ સીમાચિહ્ન રૂપ ચુકાદો છે.

નોંધનીય ચુકાદાની વિગત મુજબ રાજકોટના એક રહેવાસીએ સ્ટાર હેલ્થ એન્ડ અલાઈડ ઇન્સ્યોરન્સ કંપની લીમીટેડ પાસેથી પોતાના પરીવાર માટે ફેમીલી હેલ્થ ઓપ્ટીમા ઈન્સ્યોરન્સ પ્લાન ખરીદ કરેલ, આ દરમિયાન ફરિયાદીને મોઢાનું કેન્સર થયું હતું. જેથી અમદાવાદ ખાતે આવેલી એચસીજી કેન્સર સેન્ટરમાં દાખલ થઈ સારવાર લીધેલી. જે પછી સારવારના ખર્ચ માટે ક્લેઈમ કરતા વીમા કંપનીએ પ્રી-એકઝીસ્ટીંગ ડીસીઝ (જૂની બીમારી)ના કારણ સાથે કલેઇમ રદ કર્યા, અને પોલિસી પ્લાનમાંથી ફરિયાદી નું નામ પણ કમી કરવામાં આવેલ.