અમરેલી, તા.૮ સપ્ટેમ્બર, ૨૦૨૨ (ગુરુવાર) રમત, ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત કચેરી દ્વારા સંચાલિત જિલ્લાકક્ષાના કલા મહાકુંભ અમરેલી સ્થિત
કે.કે. પારેખ અને આર.પી. મહેતા વિદ્યાલય ખાતે તા.૧૦ અને તા.૧૧ સપ્ટેમ્બરના યોજાશે. જિલ્લામાં તાલુકાકક્ષાએ વિજેતા થયા હોય તેવા કલાકારો અને જિલ્લાકક્ષાએ સીધો જ ભાગ લીધો હોય તેવા સ્પર્ધકો આ સ્પર્ધામાં ભાગ લેશે. કલા મહાકુંભના પ્રથમ દિવસે લોકનૃત્ય, રાસ, ઓરગન, એકપાત્રીય અભિનય, સુગમ સંગીત, લગ્ન ગીત, તબલા, હાર્મોનિયમ, નિબંધ, કાવ્યલેખન, ગઝલ શાયરી, ચિત્રકલા સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાશે. સ્પર્ધાના બીજા દિવસે ગરબા, સમૂહ ગીત, કથ્થક, ભરતનાટ્યમ, શાસ્ત્રીય કંઠ્ય સંગીત, લોકગીત/ભજન, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, વકતૃત્વ, સર્જનાત્મક, ભરતનાટ્યમ સહિત સ્પર્ધાઓ યોજાશે. મહત્વનું છે કે, વકતૃત્વ સ્પર્ધાના વિષયો ૨૪ કલાક અગાઉ આપવામાં આવશે, તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી વી.બી. પરમારની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી