અમરેલી, તા.૮ સપ્ટેમ્બર, ૨૦૨૨ (ગુરુવાર) રાજ્યના અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે રમત, ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા સાહસિક વન વિસ્તાર પરિભ્રમણ શિબિર યોજવામાં આવે છે. આ વર્ષે આ સાહસિક વન વિસ્તાર પરિભ્રમણ શિબિર કાર્યક્રમમાં ભાગ લેવા માંગતા હોય તેવા અમરેલી જિલ્લાના માટે અનુસૂચિત જાતિના યુવક યુવતીઓએ નિયત ફોર્મ ભરવાનું રહે છે. શિબિરમાં ભાગ લેવા માંગતા હોય તેવા યુવક-યુવતીઓએ તા.૩૧/૧૨/૨૦૨૨ના રોજ ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા હોવા જોઈએ. આગામી તા. ૨૦ સપ્ટેમ્બર - ૨૦૨૨ સુધીમાં શિબિર માટેના ફોર્મ જિલ્લા રમત ગમત કચેરી, બહુમાળી ભવન, બ્લોક-સી, રૂમ નંબર ૧૧૦/૧૧૧ પરથી રુબરુ અથવા તો dsoamreli.blogspot.com પરથી ઓનલાઈન મેળવી અને વિગતો ભરી જમા કરાવવા. આ ફોર્મ સાથે ઉમેદવારોએ પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, વ્યવસાય, એનસીસી/પર્વતારોહણ, રમત ગમત સ્પર્ધામાં ભાગ લીધો હોય તેની વિગત, શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું મેડિકલ પ્રમાણપત્ર, વાલી સંમતિ પત્ર, પાસપોર્ટ સાઇઝનો તાજેતરનો ફોટો, અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર અને અગાઉ આ કાર્યક્રમમાં ભાગ લીધો હોય તો તેની વિગતો જોડીને જમા કરાવવું. પસંદગી સમિતિ દ્વારા યોગ્યતા ધરાવતા કુલ ૧૦૦ યુવક-યુવતીઓને પસંદ કરવામાં આવશે, તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી