રાજકોટ શહેરની વસ્તી વધવા સાથે સરકાર દ્વારા સમયાંતરે વિસ્તાર પણ વધારવામાં આવી રહ્યો છે. જેમાં અત્યાર સુધીમાં કોઠારીયા, વાવડી, મવડી, રૈયા, નાના મૌવા, માધાપર, મુંજકા સહિતના ગ્રામ્ય વિસ્તારોને રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનમાં ભેળવી દેવામાં આવ્યા છે. પરંતુ એ ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષો બાદ પણ હજુ શહેરી વિસ્તાર જેવી પ્રાથમિક સુવિધાઓ મળવાને બદલે હતી. એ પણ છીનવાઈ ગયાની ફરિયાદો વારંવાર ઉઠતી જ રહી છે.
આવા માહોલમાં આજે માધાપર સ્થિત ઇશ્વરીયા મહાદેવ પાર્ક સોસાયટીના ૬૮ થી વધુ રહેવાસીઓની સહી સાથેનું આવેદનપત્ર મ્યુનિ.કમિશનરને આપીને રોડ, પાણી, લાઈટ સહિતના પ્રશ્નોનો તાકીદે નિકાલ કરવા માંગણી કરવામાં આવી હતી.
અમો ઈશ્વરીયા મહાદેવ પાર્ક સોસાયટીના રહેવાસીઓ દ્વારા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, વોર્ડ નં. ૩ માં આવેલ ઈશ્વરીયા મહાદેવ પાર્ક સોસાયટી સહિત માધાપર ગામ જયારથી કોર્પોરેશનમાં ભળ્યુ ત્યારથી કોઈપણ સમસ્યા હલ થતી નથી. આ વિસ્તારના કોર્પોરેટરો ચૂંટણીના સમયે મોટા- મોટા વચનો આપીને આજદીન સુધી સોસાયટીમાં કોઈ દિવસ આવેલ નથી. સોસાયટીમાં મેર ચોમાસે ઘરમાં પાણી ભરાયા હતા. ત્યારે કોર્પોરેટરને જાણ કરી હતી, પણ કોર્પોરેટર દ્વારા કોઈપણ કામ કરેલ નથી. હાલમાં અત્યારે સોસાયટીના મેઈન રોડ ઉપર સતત પાણી ભરાયેલુ હોય, રોગચાળો ફેલાય