વિક્રમસિંહ ઠાકોર પાટણ

ભુજ ખાતે વીજ ચોરી માં ઈજનેર ની સંડોવણી ખુલતા સમગ્ર વિધુત બોર્ડ કચેરીમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.યુજીવીસીએલ ચોરીમાં 12 આરોપીઓ ની સંડોવણી હોવાની વિગતો બહાર આવી છે.સંપૂર્ણ કેસ ની તપાસ બાદ ચાર્જશીટ પણ બની ગયું છે.

ગત જૂન મહિનામાં ભુજના રૂદ્રમાતા ડેમની સાઇટ પરથી ગેરકાયદે ટ્રાન્સફોર્મમર અને વીજ ઉપકરણો સાથે 36 લાખથી વધુની ચોરી પકડાઇ હતી. આ પ્રકરણમાં ફરિયાદી બનેલા ભુજ ગ્રામ્ય વીજ કચેરીના નાયબ ઇજનેર ખુદ આરોપી હોવાનું સામે આવ્યું છે. જીયુવીએનએલ પોલીસે કરેલી તપાસમાં 12 શખ્સની સંડોવણી ખુલતાં આગળની કાર્યવાહી માટે ચક્રો ગતિમાન કરાયા હતા.

ગત તા. 13/6ના ડેમ સાઇટ પર વીજ કંપનીના અધિક્ષક ઇજનેરે બાતમીના આધારે તપાસ કરાવતાં બે ગેરકાયેદે વીજ ટ્રાન્સફોર્મર સાથે વીજ ચોરી થતી હોવાનું પકડાયું હતું. બનાવના પગલે ભુજની ગ્રામ્ય વીજ કચેરીમાં ફરજ બજાવતા નાયબ ઇજનેર જીજ્ઞેશ ચૌધરીએ તેમના તાબા તળે આવતા વિસ્તારમાં થયેલી પાવર ચોરીની ફરિયાદ કરી હતી જેને પગલે ગુજરાત ઉર્જા વિકાસ નિગમની પોલીસે તપાસ આદરી હતી. સમગ્ર પ્રકરણમાં ‘વાડ ચીભડાં ગળે’ ઉક્તિ સાર્થક ઠરી હોય તેમ ફરિયાદી બનેલા નાયબ ઇજનેર ખુદ જ ચોરીમાં મદદરૂપ બન્યા હોવાનું ફલિત થયું હતું.

આ ઉપરાંત લાઇનમેન કનુભાઇ કલાસવાની સંડોવણી પણ બહાર આવી હતી. આ બંને ઉપરાંત અન્ય 10 આરોપીના નામ ખુલતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટના સ્થળે મળેલા બે ટ્રાન્સફોર્મર અને કંડક્ટર કેબલ ક્યાંથી લાવવામાં આવ્યા હતા તેનો તાગ મેળવવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.

વિક્રમસિંહ ઠાકોર