રાણાવાવ પોરબંદર નેશનલ હાઇવે રોડ ઉપર મંગલમ હોસ્પિટલ પાસે આવેલા સર્વિસ સ્ટેશન પાસે પીયાગો રીક્ષા અને એકટીવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો આકસ્માત સર્જાતા બે વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

 જાણવા મળતી વિગત મુજબ પોરબંદર નેશનલ હાઈવે રોડ ઉપર એક બાઈક સવાર પોતાનું બાઈક લઇ પોરબંદર તરફ જતો હતો ત્યારે સામેથી આવતા પીયાગો રિક્ષા વચ્ચે અચાનક શ્વાન આડે આવતા રીક્ષા ચાલક શ્વાનને બચાવવા જતા રીક્ષા પલટી મારી જતાં બાઈક સવાર સાથે ધડાકાભેર અથડાઈ હતી જેથી બાઇક ઉપર સવાર બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતમાં રીક્ષા ચાલકને પણ ઇજાઓ પહોંચી હતી. આ તમામ ઇજાગ્રસ્તને  108 એમ્બ્યુલન્સ મારફતે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.