અમરેલી જિલ્લામાં
મતદાતા જાગૃત્તિ કાર્યક્રમ શરુ છે.
નાગરિકોને તેમના મતદાનના અધિકાર અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજથી વાકેફ કરવા તેમને મતદાન પ્રક્રિયા વિશે સમજ આપવામાં આવી રહી છે. જિલ્લામાં દરિયાઈ કાંઠો ધરાવતા
જાફરાબાદ તાલુકામાં પણ
વિશેષ કામગીરી કરવામાં આવી રહી છે. દરિયાની વચ્ચે આવેલા એવા શિયાળબેટમાં ભૌગોલિક રીતે વિવિધતા છે. તાલુકા મથક જાફરાબાદથી સીધી રીતે જમીન માર્ગે સંપર્ક વિહોણું હોવા છતાં શિયાળબેટ ગામ ખાતે
જાફરાબાદ તાલુકા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ રીતે કામગીરી કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે.
શિયાળબેટ ગામ ખાસ કેમ્પનું આયોજન કરી મતદાર નોંધણી અંગેની કામગીરી કરવામાં આવી હતી. ખાસ મતદાર નોંધણી કેમ્પનું આયોજન કરી વધુમાં વધુ નાગરિકોને મતદાર નોંધણી કામગીરીનો લાભ મળી રહે તે માટે
પ્રયાસો કરવામાં આવ્યા હતા.
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ તાલુકાના