પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, નડીઆદ ( ખેડા) દ્વાંરા તમામ મોટર વાહન માલિકોને જણાવવામાં આવેછે કે, અત્રેની કચેરીમાં ટુ વ્હીલર,(નોન ટ્રાન્સપોર્ટ),વાહનોને લગતી નવી સીરિઝ જી.જે.૦૭.ઇ.જે (EJ) નું ઓકશન તા.૧૫-૦૯-૨૦૨૨ થી શરૂ કરવામાં આવનાર હોઈ પસંદગી નંબર મેળવવા ઇચ્છુક વાહન માલિકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરી online http:parivahan.gov.in/fancy પર online રજીસ્ટ્રેશન કરી ઓકશનમાં ભાગ લઈ શકશે. જે માટે અરજદારોએ નીચે દર્શાવેલ પ્રક્રિયા તેમજ સૂચન મુજબ કામગીરી કરવાની નોંધ લેવાનુ જણાવવામાં આવ્યુ છે.
અરજદારે parivahan.gov.in વેબસાઇટ પર જઈ વેબસાઇટમાં દર્શાવેલા ઓનલાઇન સર્વિસ પર ક્લિક કરવું. ત્યારબાદ “fancy number booking" પર ક્લિક કરવું. જેમાં પબ્લિક યુઝર પસંદ કરી આઈ ડી. બનાવવું, આઈ.ડી.બનાવ્યા બાદ સી.એન.એ ફોર્મ ઓનલાઈન ભરવું. પસંદગીની નંબર સિલેક્ટ કરી દર્શાવેલી ઓછામાં ઓછી ફી ભરી દેવી. ઓનલાઇન ફી ભર્યા બાદ બિડિંગ એટલે કે હરાજીમાં ભાગ લેવો. હરાજીમાં નંબર મેળવ્યા બાદ ૫ દિવસમાં હરાજીની બાકીની રકમ ભરવી. હરાજીની રકમ ભર્યા બાદ આર.ટી.ઓમાથી એપ્રુઅલ લઈ નંબર લઈ લેવો. વાહન ખરીદીના સાત દિવસમાં અરજદારે સી.એન.એ ફોર્મ ભરવાનું રહેશે.
ટુ-વ્હીલર GJ07-EJ, ફોર વ્હીલર GJ07-DE", થ્રી વ્હીલર GJ07-TV- અને ટ્રાન્સપોર્ટ સીરિઝ GJ07- TU નું ઓનલાઈન રી ઓકશન થશે.
નવી સીરિઝ ના ગોલ્ડન, સીલ્વર કે અન્ય પસંદગીના નંબર મેળવવા માટે તા. ૧૫-૦૯-૨૦૨૨ થી ૧૭-૦૯-૨૦૨૨ સુધી ઓનલાઇન એપ્લીકેશન કરવાની રહેશે. તેમજ તા ૧૮-૦૯-૨૦૨૨ થી ૧૯-૦૯-૨૦૨૨ ના સાંજે ૦૪:૦૦ કલાક સુધી ઓનલાઇન ઓકશનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થશે. તા ૨૦-૦૯-૨૦૨૨ ના રોજ કચેરીમાં ફોર્મ જમા કરાવવાના રહેશે. વાહનનું રજીસ્ટ્રેશન કરાવેલુ હોવું જરૂરી છે.
વાહન વેચાણ તારીખથી ૭ દિવસ ની અંદર સી.એન.એ કોર્મ ઓનલાઈન ભરેલ હોવું ફરજિયાત છે. સમય મર્યાદા બહારની અરજી માન્ય ગણવામાં આવશે નહીં એમ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, નડીઆદ (ખેડા)ની અખબારી યાદીમાં જણાવવામા આવ્યુ છે.